રોકાણકારોની સંપત્તિમાં ૬.૫૦ લાખ કરોડનો વધારો

મુંબઈ :  અઠવાડિયાનું છેલ્લું વેપારી સત્ર ભારતીય શેર બજાર માટે ઐતિહાસિક સાબિત થયું છે. મ્જીઈ સેન્સેક્સ પ્રથમ વખત ૮૪૦૦૦નો આંકડો પાર કરી ગયો તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ રેકોર્ડ હાઈને સ્પર્શવામાં સફળ રહ્યો છે. બેન્કિંગ, ઓટો, ૈં્‌, હ્લસ્ઝ્રય્ અને એનર્જી સ્ટોક્સમાં દેશી વિદેશી રોકાણકારોની ખરીદી ને કારણે બજારમાં આ તેજી જાેવા મળી છે. મિડકેપ અને સ્મોલકેપ સ્ટોક્સમાં રૌનક પાછી આવી. આજનો વેપાર પૂરો થતાં મ્જીઈ સેન્સેક્સ ૧૩૫૯ અંકોના ઉછાળા સાથે ૮૪,૫૪૪ અને નિફ્ટી ૩૭૫ અંકોના ઉછાળા સાથે ૨૫,૭૯૦ના ઓલટાઈમ હાઈ પર બંધ થયો છે.શેર બજારમાં આવેલી આ શાનદાર તેજીને કારણે રોકાણકારોની સંપત્તિમાં ૭ લાખ કરોડ રૂપિયાની નજીકનો ઉછાળો જાેવા મળ્યો છે. મ્જીઈ પર લિસ્ટેડ સ્ટોક્સનું માર્કેટ કેપ ૪૭૧.૯૭ લાખ કરોડ રૂપિયા પર બંધ થયું છે જે અગાઉના સત્રમાં ૪૬૫.૪૭ લાખ કરોડ રૂપિયા પર બંધ થયું હતું. આજના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં ૬.૫૦ લાખ કરોડ રૂપિયાનો ઉછાળો જાેવા મળ્યો છે. આજના કારોબારમાં સેન્સેક્સના ૩૦ શેરોમાંથી ૨૬ શેર ઉછાળા સાથે અને ૪ નુકસાન સાથે બંધ થયા હતા. જ્યારે નિફ્ટીના ૫૦ શેરોમાંથી ૪૩ શેર ઉછાળા સાથે બંધ થયા હતા જ્યારે ૭ નુકસાન સાથે બંધ થયા હતા. મ્જીઈ પર કુલ ૪૦૫૯ શેરનું ટ્રેડિંગ થયું હતું જેમાં ૨૪૪૨ શેરો તેજી સાથે અને ૧૫૦૧ શેર નુકસાન સાથે બંધ થયા હતા. ૧૧૬ શેરોના ભાવમાં કોઈ ફેરફાર જાેવા મળ્યો નથી. વધતા શેરોમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૫.૫૭ ટકા, ૈંઝ્રૈંઝ્રૈં બેન્ક ૩.૭૭ ટકા, ત્નજીઉ સ્ટીલ ૩.૬૬ ટકા, ન્શ્‌ ૩.૦૭ ટકા, ભારતી એરટેલ ૨.૮૪ ટકા, નેસ્લે ૨.૪૯ ટકા, અદાણી પોર્ટ્‌સ ૨.૪૯ ટકા, એચયુએલ ૨.૦૯ ટકા, એચડીએફસી ૨.૯૧ ટકા વધીને બંધ થયા છે આજના કારોબારમાં તમામ સેક્ટરના શેર ઉછાળા સાથે બંધ થયા છે. બેન્કિંગ, એફએમસીજી, ઓટો, આઈટી, એનર્જી, કન્ઝ્‌યુમર ડ્યુરેબલ્સ અને હેલ્થકેર સેક્ટરના શેરમાં ભારે ઉછાળો જાેવા મળ્યો છે. આજના કારોબારમાં મિડ-કેપ અને સ્મોલ-કેપ શેર્સમાં જાેરદાર ઉછાળો જાેવા મળ્યો છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution