૬૪ યોગિની કે જાેગણી જગદંબાના જ શક્તિસ્વરૂપો

લેખકઃ આદિત શાહ | 

સામાન્ય રીતે આપણે દેવીના મુખ્ય સ્વરૂપોની પૂજા કરતા હોઈએ છીએ. દેવીઓ મુખ્ય ત્રણ સ્વરૂપે પૂજાય છે : સાત્વિક, રાજસી અને તામસિક રીતે. તામસિક દેવીઓ સાધકના આવાહન મુજબ જે તે સ્થળે કે વ્યક્તિ પાસે જઈને સાધક દ્વારા કહેવાયેલું સાધન કાર્ય કરે છે, જ્યારે સાત્વિક અને રાજસી દેવીઓ પોતાના ભૈરવ, અધિષ્ઠાપક વીર કે ગણ કે યોગિનીઓ દ્વારા પોતાનું કાર્ય કરાવે છે. સાત્વિક અને રાજસી દેવીઓની સાધનામાં ફક્ત નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું હોય છે, જ્યારે તામસિક દેવીઓની સાધનામાં, ખાસ કરીને વામાચારી માર્ગમાં (તાંત્રિક સાધનાઓમાં) અમુક અંશે છૂટછાટ હોય છે પણ તેમાં સાધના કરતી વખતે ખૂબ ધ્યાન રાખવું પડતું હોય છે. જાે થોડી પણ ચૂક થાય તો સાધક પોતાનો જીવ ગુમાવી શકે છે. આથી જ તંત્રમાં તંત્રસાધનાઓ ગુરુની હાજરી કે તેમના માર્ગદર્શનમાં કરવાની સલાહ આપવામાં આવી છે.

આજે આપણે દેવીના આ યોગિની સ્વરૂપો વિશે વાત કરીશું. અલગ અલગ પુરાણો અને પુસ્તકોમાં યોગિનીઓની સંખ્યા વિશે મતમતાંતર જાેવા મળે છે. સામાન્ય રીતે યોગિનીની કુલ સંખ્યા ૬૪ છે. કાલિકા પુરાણમાં કુલ ૧૬ માતૃકા સ્વરૂપોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને યોગિની સ્વરૂપની યાદીમાં પણ સમાવિષ્ટ કરવામાં આવ્યા છે, જ્યારે અગ્નિ પુરાણમાં માતૃકાઓને યોગીનીથી અલગ ગણવામાં આવે છે. અગ્નિ પુરાણ મુજબ ૬૪ યોગિનીનું ૮-૮ નું એક ગ્રુપ છે, જેને એક માતૃકા નિર્દેશન કરે છે.

અહી ચોસઠ યોગિની તંત્રમાં દર્શાવ્યા મુજબની યાદી રજૂ કરેલ છેઃ (૧)બહુરૂપા(૨)તારા(૩)નર્મદા(૪)યમુના(૫)શાંતિ(૬)વરુણી(૭)ક્ષેમંકરી(૮)ઐન્દ્રી(૯)વારાહી(૧૦)રણવીરા(૧૧)વાનારમુખી(૧૨)વૈષ્ણવી(૧૩)કાલરાત્રી(૧૪)વૈદ્યરૂપા(૧૫)ચર્ચિકા(૧૬.)વૈતાલી(૧૭)છિન્મસ્તિકા(૧૮)વૃષભાનના(૧૯)જ્વાલાકામિની(૨૦)ઘટવારા(૨૧)કરકાલી(૨૨)સરસ્વતી(૨૩)વિરુપા(૨૪)કૌબેરી(૨૫)ભાલુકા(૨૬)નરસિંહી(૨૭)વિરાજા(૨૮)વિકટાનના(૨૯)મહાલક્ષ્મી(૩૦)કૌમારી(૩૧)મહામાયા(૩૨)રતિ(૩૩)કરકરી(૩૪)સર્પષ્યા(૩૫)યક્ષિણી(૩૬)વિનાયકી(૩૭)વિન્દ્યાવલિની(૩૮)વીરકુમારી(૩૯)મહેશ્વરી(૪૦)અંબિકા(૪૧)કામાયની(૪૨)ઘટાબારી(૪૩)સ્તુતિ(૪૪)કાળી(૪૫)ઉમા(૪૬)નારાયણી(૪૭)સમુદ્રા(૪૮)બ્રાહ્મી(૪૯)જ્વાળામુખી(૫૦)આગનેયી(૫૧)અદિતિ(૫૨)ચંદ્રકાન્તિ(૫૩)વાયુવેગા(૫૪)ચામુંડા(૫૫)શિલ્પી(૫૬)ગંગા(૫૭)ધૂમાવતી(૫૮)ગાંધારી(૫૯)સર્વમંગલા(૬૦)અજિતા(૬૧)સૂર્યપુત્રી(૬૨)પવનવીણા(૬૩)અઘોરા(૬૪)ભદ્રકાલી

એ સિવાય મહાકાલ સંહિતા અને ચોસઠ યોગિની યંત્રમાં જે ચોસઠ યોગિનીઓના નામ દર્શાવેલ છે, તે અહી રજૂ કરેલ છે. આ ૬૪ યોગિનીઓનાં નામ તેમના સંબંધિત ભૈરવ સાથે છેઃ (૧) જયા – નીલકાંત ભૈરવ(૨) વિજયા – વિશાલાક્ષ ભૈરવ(૩) જયંતિ – માર્તંડ ભૈરવ(૪) અપરાજિતા – મુંડન પ્રભુ ભૈરવ(૫) દિવ્યા મોહિની – સ્વકંદ ભૈરવ(૬) મહા યોગિની – અતિસંતુષ્ટ ભૈરવ(૭) સિદ્ધ મોહિની – કેચર ભૈરવ(૮) ગણેશ્વર યોગિની – સંહાર ભૈરવ(૯) પૂર્વાસિની – વિશ્વરૂપ ભૈરવ(૧૦) ડાકિની – વિરૂપાક્ષ ભૈરવ(૧૧) કાલી – નાનારૂપ (બટુક) ભૈરવ(૧૨) કાલરાત્રી – પરમ (કાળ) ભૈરવ(૧૩) નિકાશરી – દંડકર્ણ ભૈરવ(૧૪) દનકારી – શુદ્ધપત્ર ભૈરવ(૧૫) વેતાલી – ચિરિથન ભૈરવ(૧૬) હુંકારી – ઉન્મત્ત ભૈરવ(૧૭) ઊર્ધ્વકેશી – મેઘનાથ ભૈરવ(૧૮) વિરુપાક્ષી – મનોવેગ ભૈરવ(૧૯) શુષ્કાંગી — ક્ષેત્રપાલ ભૈરવ(૨૦) નરબોજીની – કરાલ ભૈરવ(૨૧) પેટકરી – ર્નિભય ભૈરવ(૨૨) વાયુપુત્રા – બિશિથભૈરવ(૨૩) ધૂમ્રક્ષી – પ્રેક્ષાથ ભૈરવ(૨૪) કલહપ્રિયા – લોકપાલ ભૈરવ(૨૫) ઘોર રક્તાક્ષી – ઘડાધાર ભૈરવ(૨૬) વિશ્વરૂપી – વજ્રહસ્ત ભૈરવ(૨૭) અભયંકરી – મહાકાળ ભૈરવ(૨૮) વિરાકુમારી – પ્રચંડ ભૈરવ(૨૯) ચંડિકા – પ્રલય ભૈરવ(૩૦) વારાહી – અંતક ભૈરવ(૩૧) મુંડધારિણી – ભૂમિગર્ભ ભૈરવ(૩૨) રાક્ષસી – ભીષણ ભૈરવ(૩૩) ભૈરવી – સંહાર ભૈરવ(૩૪) ત્વંક્ષિણી – કુળબાળ ભૈરવ(૩૫) ધુમ્રંકી – રૂંડમાલા ભૈરવ(૩૬) પ્રીથાવાહિની – રક્તંગ ભૈરવ(૩૭) કંગિની – પિંગલેક્ષ્ણ ભૈરવ(૩૮) દીર્ઘ લંબોષ્ટી – અપરારૂપ ભૈરવ(૩૯) માલિની- તારાબાલના ભૈરવ(૪૦) મંત્રયોગિની – પ્રજાબાલન ભૈરવ(૪૧) કાલી – કુલ ભૈરવ(૪૨) ચક્રિની – મંત્રનાયક ભૈરવ(૪૩) કંકાલી – રુદ્ર ભૈરવ(૪૪) ભુવનેશ્વરી – પીઠા મહા ભૈરવ(૪૫) ધ્રોટકી – વિષ્ણુ ભૈરવ(૪૬)મહામારી – વટુકાનાથ ભૈરવ(૪૭) યમધૂતિ – કપાલ ભૈરવ(૪૮) કરાલી – ભૂતવેથલા ભૈરવ(૪૯) કેશિની – ત્રિનેત્ર ભૈરવ(૫૦) માર્તીની – ત્રિપુરાંતક ભૈરવ(૫૧) રોમાજનકે – વરદ ભૈરવ(૫૨) નીરવર્ણી – પર્વત વાહન ભૈરવ(૫૩) વિશાલી – શશી વાહન ભૈરવ(૫૪) કારમુખી - કપાલ ભૂષણ ભૈરવ(૫૫) તોત્યામી - સર્વજ્ઞ ભૈરવ(૫૬) અધોમુખી- સર્વદેવ ભૈરવ(૫૭) મુંડક્રાધારિણી- ઈશાન ભૈરવ(૫૮) વ્યાક્રિણી- સર્વભૂત ભૈરવ(૫૯) થુંક્ષિની-ઘોરનાથ ભૈરવ(૬૦) પ્રીથા રૂપિણી-ભયંકર ભૈરવ(૬૧) ધૂર્જટી-ભક્તિમુક્તિપાલપ્રદા ભૈરવ(૬૨) ગૌર્યા- કાલાગ્નિ ભૈરવ(૬૩) કરાલી- મહારૌદ્ર ભૈરવ(૬૪ ) વિશાલંકા - દક્ષિણાપસ્થિત ભૈરવ

(આ માહિતી લેખકે તેમનાં અભ્યાસ અનુસાર રજૂ કરી છે.)

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution