લોકસભાની પાંચમા તબક્કાની ૪૯ બેઠક પર સરેરાશ ૬૨% મતદાન

લોકસભાની પાંચમા તબક્કાની ૪૯ બેઠક પર સરેરાશ ૬૨% મતદાન

નવીદિલ્હી

લોકસભા ચુંટણીના પાંચમા તબકકા માટે સોમવારે છ રાજયો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોની ૪૯ બેઠકો પર કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે સવારે સાત વાગ્યાથી શરૂ થયું હતું જે સાંજના પાંચ વાગે સમાપ્ત થયું હતું ૪૯ બેઠકો પર સરેરાશ ૬૨ ટકા મતદાન થયું હતું.બંગાળમાં સૌથી વધુ મતદાન થયું છે.કેટલાક સ્થળોએ મારામારી અને ઝપાઝપીના બનાવો બન્યા હતાં જાે કે કોઇ મોટો અપ્રિય બનાવ બન્યો ન હતો.બિહારમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના ઉમેદવાર રાજીવ પ્રતાપ રૂડીએ સરન વિકાસ મંચના કન્વીનર શૈલેન્દ્ર પ્રતાપ સિંહ પર બૂથ કેપ્ચરિંગ જેવા આરોપો લગાવ્યા છે..પશ્ચિમ બંગાળમાં પણ ઘણી જગ્યાએ ઘર્ષણની ઘટનાના અહેવાલ આવી રહ્યા છે. સાત બેઠકો પર મતદાન દરમિયાન, હુગલીના આરામબાગમાં ટીએમસીના એક નેતા પર ભાજપના કાર્યકરો દ્વારા કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયા હતા. ખાનકુલમાં પણ કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. હાવડા જિલ્લાના ઉલુબેરિયા અને સાલ્કિયામાં ભાજપ અને ટીએમસીના નેતાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું.તો બીજી તરફ પશ્ચિમ બંગાળના બેરકપુરથી ભાજપના ઉમેદવાર અર્જુન સિંહ અને તૃણમૂલના સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના સૌથી નાના ભાઈ બાબુન બેનર્જી સોમવારે મતદાર યાદીમાં નામ ન હોવાને કારણે પોતાનો મત આપી શક્યા ન હતા. . ઉત્તર પ્રદેશના મહોબામાં ફરજ પરના એક સીઆરપીએફ જવાનનું મોત થયું છે.મહારાષ્ટ્રના નાસિકમાં મતદાન કેન્દ્ર પર વોટિંગ મશીનને માળા પહેરાવવા બદલ અપક્ષ ઉમેદવાર શાંતિગીરી મહારાજ વિરુદ્ધ ત્ર્યંબકેશ્વર પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધવામાં આવી છે.જે બેઠકો પર મતદાન થયું છે તેમાં મહારાષ્ટ્રની ૧૩, ઉત્તર પ્રદેશની ૧૪, પશ્ચિમ બંગાળની ૭ બિહારની ૫ ઝારખંડની ૩ ઓડિશાની ૫, જમ્મુ-કાશ્મીરની એક અને એકમાત્ર સીટ લદ્દાખને સમાવેશ થાય છે મતદારોએ ં રાજનાથ સિંહ, પીયૂષ ગોયલ , સાધ્વી નિરંજન જ્યોતિ અને શાંતનુ ઠાકુર સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ અને ચિરાગ પાસવાન, શિવસેનાના શ્રીકાંત શિંદે અને ભાજપના રાજીવ પ્રતાપ રૂડી અને આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદની પુત્રી રોહિણી આચાર્યનું ભાવ ઇવીએમમાં સીલ કર્યું છે.અમેઠીમાં સરેરાશ ૫૨.૬૮ ટકા મતદાન થયું હતું. મહારાષ્ટ્રમાં ધીમુ મતદાન થયું હતું. બંગાળમાં પાંચ વાગ્યા સુધી ૫૬.૬૮ ટકા મતદાન થયું હતું. જયારે જમ્મુ કાશ્મીરના બારામુલામાં ભારે મતદાન થયું છે.બારામુલામાં ૫૪.૨૧ ટકા મતદાન થયું હતું.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution