બ્રાઝિલ: બ્રાઝિલના શહેર સાઓ પાઉલોના એરપોર્ટ પર લગભગ ૬૦૦થી વધારે એશિયનો ફસાઈ ગયા છે જેમાં ઘણા બધા ભારતીયો પણ છે. આ બધા માઈગ્રેશન કરીને બ્રાઝિલ આવ્યા છે અને વિઝા વગર બ્રાઝિલમાં પ્રવેશવાની રાહ જાેઈ રહ્યા છે. આ રીતે કેટલાક અઠવાડિયા વીતી ગયા છે. સાઓ પાઉલોના ગુઆરુલહોસ એરપોર્ટ પર વિઝા વિના બ્રાઝિલમાં પ્રવેશવાની રાહ જાેઈ રહ્યા છે તેવું ન્યૂઝ એજન્સી રોઈટર્સે જણાવ્યું છે. આ લોકો બહુ ખરાબ પરિસ્થિતિમાં છે અને એરપોર્ટના ફ્લોર પર સુઈ રહે છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે આ એશિયનો પાસે પાણી કે ફૂડની પણ વ્યવસ્થા નથી. તેમાં ભારતીયો, નેપાળ અને વિયેતનામના લોકો સામેલ છે અને તેમની પાસે બ્રાઝિલમાં એન્ટ્રી કરવાના વિઝા નથી. સોમવારથી બ્રાઝિલ કેટલાક એશિયન માઈગ્રન્ટ પર વિઝાના નિયંત્રણો લાદવાના છે. રોઇટર્સે અહેવાલ આપ્યો છે કે, ઓછામાં ઓછા ૬૬૬ એશિયન માઈગ્રન્ટ બ્રાઝિલના સાઓ પાઉલોના એરપોર્ટ પર આવી ગયા છે અને તેમને અહીં એન્ટ્રી નથી મળતી.માઈગ્રન્ટ તરીકે આવેલા સેંકડો એશિયનો પ્રતિબંધિત વિસ્તારમાં રહે છે જ્યાં ખોરાક અને પાણીની કોઈ ઍક્સેસ નથી. અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે બાળકોને પણ ધાબળાની સુવિધા નથી મળી. એરપોર્ટ કેટલા માઈગ્રન્ટની તબિયત પણ બગડી રહી છે.