અમદાવાદ-
પત્ની શારીરિક સંતોષ આપતી ન હોવાથી પતિ પર સ્ત્રી સાથે સંબંધ રાખીને મારઝુડ કરતો હતો. જેથી તંગ આવેલી પત્નીએ અભયમની ટીમને ઘટનાની જાણ કરતા 181 ની ટીમ ઘટના સ્થળે પહોંચીને પતિનું કાઉન્સેલીંગ કરી પતિને પોતાની ભુલ સમજાતા તેણે તેની પત્નીની માફી માંગી પરસ્ત્રી સાથે સંબંધ નહીં રાખવાની બાહેધરી આપી હતી. અભયમની ટીમે પતિનું કાઉન્સેલીંગ કરી દંપતીનું ઘર સંસાર તૂટતો બચાવ્યો હતો.
અભયમની ટીમને એક શહેરના સરખેજ વિસ્તારમાં રહેતી એક મહિલાએ ફોન કરી જણાવ્યું હતું કે, મારો પતિ પરસ્ત્રી સાથે સંબંધ રાખીને મારી સાથે મારઝુડ કરે છે જેથી તેને સમજાવવા માટે આવો. કોલ મળતા 181 ની ટીમ ઘટના સ્થળે પહોંચીને પત્નીની પુછપરછ કરી ત્યારે પત્નીએ જણાવ્યું હતું કે, તે હરિયાણાની હતી અને તેને એક વિધર્મી યુવક સાથે 6 વર્ષ પહેલા ઘરેથી ભાગીને પ્રેમ લગ્ન કરી લીધા હતા. બાદમાં 6 વર્ષ સુધી પતિએ સારી રીતે રાખી બાદમાં અચાનક જ પરસ્ત્રી સાથે સંબંધ રાખીને મારી સાથે મારઝુડ કરવા લાગ્યો હતો. આ સાંભળીને અભયમની ટીમે પતિની પુછપરછ કરતા પતિએ જણાવ્યું હતું કે, મારી પત્ની મને શારીરક સંતોષ આપી શકતી ન હોવાથી હું પર સ્ત્રી સાથે સંબંધ રાખું છું. પત્ની તેના શરીર પર ધ્યાન આપતી નથી અને તેની ઈમ્યુનિટી પણ ઓછી હોવાથી જેટસો શારીરિક સંતોષ મળવો જોઈએ એટલો મળતો નથી જેથી કંટાળીને હું બહાર શારીરિક સંતોષ મેળવવા માટે જાવું છું. જો કે આ સાંભળીને અભયમની ટીમે પતિનું કાઉન્સેલીંગ કરતા જણાવ્યું હતું કે, તમારી વિચાર સરણી બદલવાની જરૂર છે. પત્ની શારીરીક સંતોષ ન આપી શકતી હોવાથી બીજી સ્ત્રી સાથે જવુ એ યોગ્ય નથી.પત્નીની શારીરીક પરીસ્થિતી સારી ન હોવાથી તેને દરોજ શારીરીક સંબંધ માટે સક્ષમ ન હોવાથી તેને સમજવાની જરૂર છે. તમારી પત્નીને તમે વિધર્મી હોવાની જાણ હોવા છતા તમને પ્રેમ કરતી હોવાથી તેમનો ઘર-બાર, માતા-પિતાને છોડીને તમારી પાસે આવી છે, તો તેને સમજાવવાની જગ્યાએ મારઝુડ કરી પર સ્ત્રી સાથે સંબંધ રાખવા તે યોગ્ય ન કહેવા. તમારી પત્નીની તબિયત સારી ન હોવાથી તમને શારીરીક સંતોષ આપી શકતી નથી. જે તમે બંન્ને એક બીજા સાથે વાતચીત કરીને આનું સોલ્યુશન લાવી શકો છો. જે તમે કરી રહ્યા છો તે ખોટું કરી રહ્યા છો. અભયમની ટીમે પતિનું કાઉન્સેલીંગ કરતા પતિને પોતાની ભુલ સમજાઈ હતી અને પત્નીની માફી માંગીને જણાવ્યું હતું કે, હું હવે ફરી વખત કોઈ પણ પર સ્ત્રી સાથે સંબંધ નહીં રાખુ અને પત્નીને મારઝુડ નહીં કરુ અને સારી રીતે રાખીશ તેમ જણાવ્યું હતું. આ રીતે અભયમની ટીમે પતિ પત્નીનું કાઉન્સેલીંગ કરી ઘર સંસાર તૂટતો બચાવ્યો હતો.