બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થતા૬ લોકો જીવતા ભડથું ઃ ૩૨ લોકો ઘાયલ

બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થતા૬ લોકો જીવતા ભડથું ઃ ૩૨ લોકો ઘાયલ

હૈદરાબાદ,

આંધ્ર પ્રદેશના બાપટલા જિલ્લામાં હૈદરાબાદ-વિજયવાડા હાઇવે પર બુધવારે (૧૫ મે) સવારે એક ભીષણ રોડ અકસ્માત સર્જાયો હતો, જેમાં છ લોકોના મોત થયા છે. બાપટલાથી તેલંગણાની રાજધાની હૈદરાબાદ જઇ રહેલી બસ અને ટ્રકની ટક્કર થઇ હતી. જેના લીધે છ લોકો જીવતા બળીને ખાખ થઇ ગયા હતા. આ રોડ અકસ્માતમાં ૩૨ લોકો ઘાયલ થયા છે, જેમની સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. દક્ષિણી રાજ્યમાં થયેલી આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં બસને આગની જ્વાળાઓથી ઘરાયેલી જાેઇ શકાય છે. ટક્કરના લીધે લાગેલી આગ એટલી ભયંકર છે કે બસ અને ટ્રક સંપૂર્ણપણે બળીને ખાખ થઇ ગયા છે. આગની જ્વાળાઓને ખૂ ઉપર ઉઠતી જાેઇ શકાય છે. એક અન્ય વીડિયોમાં ફાયરની ગાડીઓને આગળ ઓલવતા જાેઇ શકાય છે. દાવો કરવામાં આવ્યો છે કે લોકો બાપટલાથી મતદાન કરીને પરત ફરી રહ્યા હતા. જાેકે એક પ્રાઇવેટ બસ બાપટલા જિલ્લાના ચિન્નાગંજમથી હૈદ્રાબાદ જઇ રહી હતી. ત્યારે હૈદરાબાદ વિજયવાડા હાઇવે પર ચિલકલુરિપેટ મંડળ પાસે બસની ટક્કર એક ટ્રક સાથે થઇ હતી. અકસ્માત બાદ તરત જ બંને વાહનોમાં આગ લાગી ગઈ હતી. ઘાયલોએ જણાવ્યું કે અકસ્માત સમયે બસમાં ૪૨ લોકો મુસાફરી કરી રહ્યા હતા. હાઇવે પર થયેલા આ ભયાનક અકસ્માતમાં ટ્રક અને બસના ચાલકનું મોત થયું હતું. બસમાં મુસાફરી કરી રહેલા અન્ય ચાર લોકોએ પણ જીવ ગુમાવ્યો હતો.રોડ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોની જાણકારી પણ સામે આવી છે. મૃત્યું પામેલા લોકો બાપટલા જિલ્લાના જ રહેવાસી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution