માઉન્ટ આબુમાં એક સાથે ૬ રીંછ લટાર મારતા જાેવા મળતા ફફડાટ

અંબાજી  માઉન્ટ આબુ આમ તો નું મહત્તમ રીંછ અભ્યારણ માનવામાં આવે છે ,જ્યાં અનેકો વખત રીંછ જાેવા મળે છે પણ આ વખતે એક સાથે ૬ રીંછ નો ટોળું એક સાથે લટાર મારવા નીકળ્યો હોય તેવો આ સાથે જાેવા મળ્યું હોય તે કદાચ પ્રથમ વખત કિસ્સો બન્યો છે. હાલ તબક્કે ગરમી પડી રહી છે.  રીછો ખાવાની શોધમાં ને સાથે પાણીની શોધમાં શહેરી વિસ્તાર માં આવી ચડતા હોય છે.૫૧ શક્તિપીઠમાંનું મનાતો માઉન્ટ આબુના અર્બુદા દેવી મંદિર વિસ્તારમાં એક સાથે છ રીંછ લટાર મારતા જાેવા મલ્યા હતાં માઉન્ટ આબુ ગુજરાતી પર્યટકો માટે મીની કાશ્મીર માનવામાં આવે છે.ઉનાળામાં સૌથી વધારે ગુજરાતી સહેલાણીઓ માઉન્ટ આબુ ફરવા માટે જતા હોય છે તયારે આવા રીંછ લટારો જાેવા મળી રહે છે, તે જાેતા ગુજરાતી પર્યટકોએ સાવધાની રાખવાની પણ જરૂરિયાત લાગી રહી છે. આજ રીતે અવારનવાર બે ચાર બે ચાર રીંછના ટોળા અનેકવાર નીકળતા જાેવા મળ્યા છે પણ આ છ રીત એક સાથે નીકળે હોય તે કદાચ પ્રથમ વખતની ઘટના માની શકાય છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution