જાપાન
શનિવારે જાપાનમાં ભૂકંપના તેજ ઝાટકા મહેસૂસ કરાયા. જાપાનના હવામાન વિભાગ નેશનલ સેંટર ફૉર સીસ્મોલોજીએ જાણકારી આપી કે રિક્ટર સ્કેલ પર 6.6ની તીવ્રતા વાળા ભૂકંપના ઝાટકા આવ્યા. ભૂકંપ જાપાનના પૂર્વી તટ પાસે હોન્શૂમાં સવારે 6.57 વાગ્યે મહેસૂસ થયા. જો કે આ ભૂકંપથી કોઈપણ પ્રકારના જાન-માલના નુકસાનીના અહેવાલ સામે આવ્યા નથી. હવામાન વિભાગે સુનામીને લઈને પણ કોઈ ચેતવણી જાહેર કરી નથી. હવામાન વિભાગે કહ્યું કે દેશના ઉત્તર-પૂર્વમાં આવેલ પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન થાય તેવી સંભાવના છે.
જણાવી દઈએ કે અગાઉ 18 એપ્રિલ 2021ના રોજ જાપાનના મિયાગી પ્રાંતમાં ભૂકંપના ઝાટકા મહેસૂસ થયા હતા. તે સમયે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.8 માપવામાં આવી હતી. ભૂકંપ સવારે 9 વાગ્યાની આસપાસ આવ્યો હતો. જેનું કેન્દ્ર અક્ષાંશમાં 38.3 ડિગ્રી ઉત્તર, દેશાંતરમાં 141.9 ડિગ્રી પૂર્વ અને જમીનથી 50 કિમી ઉંડું હતું.