57 વર્ષના હોલિવુડ અભિનેતા નિકોલસ કેજએ પાંચમું લગ્ન 26 વર્ષીય ગર્લફ્રેન્ડ સાથે કર્યું

લોસ એન્જલિસ

હોલિવુડ અમેરિકન ફિલ્મ અભિનેતા, નિર્માતા અને દિગ્દર્શક નિકોલસ કેજ તેમની અંગત જિંદગીને લઇને ચર્ચામાં છે. આ વખતે તે તેના પાંચમા લગ્નને લઈને ચર્ચામાં છે. તેણે ૨૬ વર્ષીય તેની જાપાની ગર્લફ્રેન્ડ રિકો શિબાટાને તેની જીવનસાથી બનાવી છે. મજેદાર વાત એ છે કે લગ્નના લગભગ એક મહિના પછી નિકોલસે પહેલીવાર રિકો સાથે તેના લગ્નના ફોટા પોસ્ટ કર્યા હતા.

ઘોસ્ટ રાઇડરમાં મુખ્ય ભૂમિકા ભજવનારા નિકોલસ કેજે ૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૧ ના રોજ શિબાતા સાથે લગ્ન કર્યા. તેના લગ્ન સમારોહ લાસ વેગાસની વિન હોટલ ખાતે યોજાયો હતો. તે એક ખાનગી સમારોહ હતો. તેમાં ફક્ત વિશેષ લોકોએ ભાગ લીધો હતો. તેમાં નિકોલસની પૂર્વ પત્નીઓ પણ શામેલ હતી. 

બંનેએ અમેરિકન અને જાપાની સંસ્કૃતિને જોડીને લગ્ન કર્યાં હતાં. રિકો જાપાનની હોવાથી, તેણે તેના લગ્નમાં પરંપરાગત ડ્રેસ કીમોનો પહેર્યો હતો. તે જ સમયે વરરાજા નિકોલસે ટોમ ફ્રેડોની ટક્સીડો પહેરી હતી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution