બ્રિટન-
બ્રિટનની ગૃહ મંત્રી પ્રિતિ પટેલે બુધવારે કહ્યું હતું કે તેના દેશ દ્વારા 2020માં ભારતીય વિદ્યાર્થીઓને 56,000 વિઝા આપવામાં આવ્યા છે. જે પાછલા વર્ષ કરતા 13 ટકાનો વધારો છે. તે ઈન્ડિયા ગ્લોબલ ફોરમમાં 'ગ્લોબલ લીડરશીપ - વુમન ફર્સ્ટ: રેડિકલ એક્શન ઈન ધ પોસ્ટ-પેન્ડમિક એરામાં ' વિષય પર સત્રને સંબોધન કરી રહી હતી.
તેમણે જણાવ્યું હતું કે, "ગયા વર્ષે અમે ભારતીય વિદ્યાર્થીઓને 56,૦૦૦ વિઝા આપ્યા હતા. આને કારણે ગત વર્ષની તુલનામાં તેમાં 13 ટકાનો વધારો થયો હતો અને તે પણ મહામારીના સમયમાં. અભ્યાસ પછી કામ માટેનો એક કાર્યક્રમ પણ શરૂ કરવામાં આવી રહ્યો છે. યુકે ભારતીય વિદ્યાર્થીઓ માટે એવું સ્થાન હશે જ્યાં તેઓ આવે અને અભ્યાસ કરે તેમજ લાંબા સમય સુધી કાર્યરત રહી પોતાનું યોગદાન આપે. "
મંચ પર બોલતા કેન્યાના રમત ગમત, હેરિટેજ અને સંસ્કૃતિના કેબિનેટ સચિવ અમીના મોહમદે કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્ર સતત વિકાસ લક્ષ્ય 5 -લિંગ સમાનતા- મહામારીથી એસડીજીના સૌથી અસરગ્રસ્ત પાસાઓમાંથી એક રહ્યું છે. તેમણે કહ્યું કે લિંગ સમાનતા સુનિશ્ચિત કરવા માટે ટૂંકી, મધ્યમ અને લાંબા ગાળાની યોજના બનાવવાની જરૂર છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, “આશા એ છે કે જો આપણે બધા સાથે મળીને આગળ વધીએ તો મહિલાઓ કામ પર પાછા આવી શકે છે. આપણે ઘણી વસ્તુઓ કરી શકીએ. ટૂંકા, મધ્યમ અને લાંબા ગાળે શું કરી શકાય છે તેની અમે યોજના બનાવી શકીએ છીએ. ”
અહીં મળવાના શરૂ થશે વિઝા
અમેરિકી દૂતાવાસ દ્વારા વિદ્યાર્થીઓને રાહત આપવાની જાહેરાત કરવામાં આવી છે. યુએસ દૂતાવાસે કહ્યું છે કે, જુલાઇમાં જ વિદ્યાર્થી વિઝા માટેની નિમણૂક પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. એવું પણ કહેવામાં આવ્યું છે કે, વિદ્યાર્થીઓને નિરાશ થવાની જરૂર નથી. આ ઘોષણા બાદ વિદેશમાં ભણવાનું સ્વપ્ન જોતા વિદ્યાર્થીઓને ઘણી રાહત મળશે.
યુએસ દૂતાવાસે કરેલા એક ટ્વિટમાં જણાવ્યું છે કે, વિદ્યાર્થીઓએ તાત્કાલિક નિમણૂક માટે અરજી ન કરવી જોઈએ. એમ્બેસી તરફથી વિનંતીઓનું પ્રમાણ સમાવી શકાતું નથી. તમને જણાવી દઈએ કે જે વિદ્યાર્થીઓએ યુ.એસ. સ્ટડી માટે પ્રવેશ લીધો છે તેઓને જુલાઈ અથવા ઓગસ્ટના અંત સુધી યુનિવર્સિટીમાં હાજર રહેવું પડશે. 14 જૂનથી, યુએસ એમ્બેસીએ જુલાઈ અને ઓગસ્ટ માટે એપોઇન્ટમેન્ટ આપવાનું શરૂ કર્યું છે.