અમેરિકાના કેલિફોર્નિયામાં છેલ્લા કેટલાંક અઠવાડિયાથી લાગેલી આગ ફરી એકવાર ભભૂકી ઊઠી છે. આ વખતે લોસ એન્જલસના ઉત્તરીય વિસ્તાર હ્યુજીસમાં આગ લાગી છે. બુધવારે લાગેલી આગને કારણે લગભગ ૧૦ હજાર એકર વિસ્તાર બળીને ખાક થઈ ગયો છે. આગના કારણે ૫૦ હજાર લોકોને તેમના ઘર છોડવા માટે કહેવામાં આવ્યું છે. કાસ્ટિક લેક પાસે લાગેલી આ આગને બુઝાવવા માટે ૪ હજાર ફાયર ફાઈટર તહેનાત કરવામાં આવ્યા છે. અહીં ૪૮ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. અહેવાલો મુજબ, આગ એટલી ઝડપથી ફેલાઈ રહી છે કે તે દર ૩ સેકન્ડે ફૂટબોલ મેદાન સમાન વિસ્તારને બાળી રહી છે. બુધવારે સ્થાનિક સમય અનુસાર સવારે ૧૦ઃ૪૫ કલાકે કાસ્ટિક લેક નજીક હોટસ્પોટ મળી આવ્યું હતું. અગાઉ ૭ જાન્યુઆરીએ લોસ એન્જલસની આસપાસના દક્ષિણનાં જંગલોમાં આગ લાગી હતી. જેમાં ૨૫ લોકોએ જીવ ગુમાવ્યા હતા. કેલિફોર્નિયામાં ઘણાં વર્ષોથી દુષ્કાળની સ્થિતિ છે. આ વિસ્તારમાં ભેજનો અભાવ છે. ઘર છોડીને અન્ય શહેરોમાં જવું પડ્યું હતું.