કેટલીક બેંકો દ્વારા ૫ સેવાઓનો સર્વિસ ચાર્જમાં બદલાવ કરાયો


પંજાબ નેશનલ બેંક દ્વારા મહત્વના બદલાવ કરવામાં આવ્યા છે. મંથલી અને ત્રિમાસિક આધારે એવરેજ બેલેન્સને લઇ બદલાવ કરવામાં આવ્યા છે. ગ્રામીણ વિસ્તારમાં મંથલી અને ત્રિમાસિક બેલેન્સ ૫૦૦ રૂપિયા, સેમી અર્બનમાં ૧૦૦૦ રૂપિયા અને અર્બન એન્ડ મેટ્રોમાં ૨૦૦૦ રૂપિયા કરવામાં આવ્યા છે. જાે તમારામાં આટલુ બેલેન્સ મીનીમમ નહીં હોય તો ૫૦ થી લઇ ૨૫૦ રૂપિયાનો ચાર થશે.

ઁદ્ગમ્એ ડ્ઢડ્ઢ ચાર્જમાં પણ ફેરફાર કર્યો છે. પહેલા ૫૦ રૂપિયા અને ૧૦૦૦૦ થી લઇ ૧૦૦૦૦૦ સુધી પ્રતિ હજારે ૪ રૂપિયા હતા. એક લાખથી વધુ પર પ્રતિ હજારે ૫ રૂપિયા હતા અને મીનીમમ ૬૦૦ રૂપિયા હતા. પરંતુ હવે નવા નિયમ મુજબ તમે જેટલા એમાઉન્ટનું ડ્ઢડ્ઢ બનાવો છો તો તેનું ૦.૪૦ ટકા ડ્ઢડ્ઢ ચાર્જ આપવો પડશે. તે રકમ મીનીમમ ૫૦ રૂપિયા અને મેક્સિમમ ૧૫૦૦૦૦ રૂપિયા છે.

અગાઉ ડુપ્લીકેટ ડ્ઢડ્ઢ જાહેર કરવા પર ૧૫૦ રૂપિયા ચાર્જ લેવાતો હતો. પરંતુ હવે તેને વધારી ૨૦૦ રૂપિયા કરી દેવામાં આવ્યું છે. આ રીતે જ ૫૦૦૦ રૂપિયા સુધીની રોકડ રકમ જમા કરવા પર લાગતા ચાર્જને ૨૦૦થી વધારી ૨૫૦ કરી દેવાયો છે.આ બેંકે લોકર ચાર્જમાં ફેરફાર કર્યો છે. હવે ગ્રામીણ વિસ્તારમાં નાના લોકર માટે ૧૦૦૦ રૂપિયા, સેમી અર્બનમાં ૧૨૫૦ રૂપિયા અને મેટ્રો અર્બનમાં ૨૦૦૦ રૂપિયા ફી લાગશે. મીડિયમ સાઇઝના લોકર માટે ૨૨૦૦,૨૫૦૦ અને ૩૫૦૦ રૂપિયા ભરવા પડશે. જાે સાઈઝ લાર્જ હશે તો ચાર્જ ૨૫૦૦,૩૦૦૦ અને ૫૫૦૦ રૂપિયા થશે. વેરી લાર્જ પર ૬૦૦૦ અને ૮૦૦૦ ચાર્જ થશે. એક્સ્ટ્રા લાર્જ પર દરેક જગ્યાએ ૧૦૦૦૦ ચાર્જ થશે.

આ સિવાય જાે અપૂરતી રકમને કારણે ચેક પરત થાય તો ૩૦૦ રૂપિયા પ્રતિ ચેકની ફી છે. કરંટ એકાઉન્ટ, કેશ લોન અને ઓડી માટે કોઈ પણ નાણાકીય વર્ષમાં પ્રથમ ત્રણ ચેક પરત કરવા પર ૩૦૦ રૂપિયાના હિસાબે ફી લાગશે. પરંતુ ચોથા ચેક પર તે ફી ૧૦૦૦ રૂપિયા પ્રતિ ચેક થઈ જશે. બીજા કારણથી પણ ચેક પરત થવા પર ૧૦૦ રૂપિયા લેવામાં આવશે. જાે કોઈ ટેકનિકલ કારણોસર ચેક પરત ફરે તો કોઈ ચાર્જ લેવામાં નહીં આવે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution