ઉત્તરપ્રદેશમાં વરસાદના પાણીમાં જીવંત વાયર તૂટી પડતા 5 લોકોના મોત

ગાઝિયાબાદ-

પશ્ચિમી યૂપીના જિલ્લાઓ ગરમી અને બફારાથી હેરાન હતાં. પરંતુ આજે સવારે હવામાન બદલાઈ ગયું છે. ઝડપી પવનો સાથે શરુ થયેલા વરસાદને કારણે વાતાવરણ નયનરમ્ય બન્યું છે અને તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે. ઉત્તર પ્રદેશમાં વરસાદ સતત વરસી રહ્યો છે. ગાઝિયાબાદમાં વરસાદને લીધે કરંટ ઉતરવાથી ૫ લોકોના મોત થયા છે. વરસાદથી બચવા માટે કેટલાક લોકો કરિયાણાની દુકાનના ટીનશેડ નીચે ઊભા હતાં, ત્યારે જ શેડમાં કરંટ ઉતર્યો. મૃતકોમાં મા-પુત્રી પણ સામેલ છે. આ ઘટના રાકેશ માર્ગ પર બની છે. મૃતકોના પરિજનોનો રડી-રડીને ખરાબ હાલત છે. આ ઘટનાથી રોષે ભરાયેલા લોકો વિજળી વિભાગ વિરુદ્ધ પ્રદર્શન શરુ કરી દીધા છે. બીજી બાજૂ, મેરઠ, મુઝફ્ફરનગર, ગૌતમબુદ્ધનગર સહિત પશ્ચિમી યૂપીના ઘણા જિલ્લાઓમાં આજે વરસાદ પડી રહ્યો છે. નોઈડા સેક્ટર ૫૨ મેટ્રો નીચે વરસાદનું પાણી ભરાઈ ગયું છે.

શામલી, મુઝફ્ફરનગર, બિજનૌર, ગૌતમબુદ્ધ નગર, સંભલ, ગાઝિયાબાદ, બાગપત, બુલંદ શહેર, મેરઠ અને હાપુડમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. સિહાની ગેટમાં આવેલા રાકેશ માર્ગ પર તેનસિંહ પેલેસ છે. સવારે આશરે ૧૦ વાગ્યે વરસાદને કારણે આ માર્ગ પર પાણી ભરાઈ ગયું છે. વરસાદથી બચવા માટે ગલી નંબર-ત્રણની સામે ત્રણ બાળકો અને બે મહિલાઓ દુકાનના ટીનશેડના નીચે ઉભા હતાં. તે દરમિયાન ટીનશેડની ઉપરના વિજળીના તારોમાં સ્પાર્કિગ થઈ. તેના પછી ટીનશેડમાં કરંટ ઉતરી ગયો.

પાંચ લોકો કરંટના ચપેટમાં આવતા ઘટના સ્થળે જ મોતને ભેટ્યા હતાં. ઘટના સ્થળે હાજર લોકોએ તાત્કાલિક વિજ સપ્લાઈ બંધ કરાવી દરેક ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. હોસ્પિટલમાં ઘટનાનો ભોગ બનેલા સુરભિ(૩), સિમરન(૧૧), ખુશી(૧૦), જાનકી(૩૫) લક્ષ્મી(૩૦)ને મૃત જાહેર કરવામાં આવ્યા હતાં. સુરભિ અને જાનકી મા-દીકરી હતાં. બીજા મૃતકો આજૂબાજુના રહેવાસી હતાં. હાલ તો આ ઘટના બાદ લોકોમાં રોષ જાેવા મળી રહ્યો છે. દુકાન ઉપર ઇલેક્ટ્રિક વાયર ખુલ્લા હતા. અચાનક સ્પાર્કિંગ થયું અને ટીનશેડમાં કરંટ નીચે ઉતરી આવ્યો. પોલીસ હાલ ઘટના સ્થળે હાજર છે. હાલ આ વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. કરંટના કારણે ૫ લોકોના મોત બાદ રોષે ભરાયેલા લોકોએ રસ્તો બંધ કરી દીધો હતો. તેઓ સુદર્શન હોસ્પિટલની સામે હંગામો મચાવી રહ્યા હતા. લોકોનું કહેવું છે કે વસાહતમાં ખુલ્લા તારનું નેટવર્ક છે. આ વાયરો દુકાનની ઉપરના ટીનશેડને સ્પર્શ્યા. આને કારણે ટીનશેડમાં કરંટ ઉતર્યો હતો અને પાંચ લોકોના મોત થયા હતા. લોકોએ જણાવ્યું હતું કે પાવર કોર્પોરેશનને ઘણી વાર આ વિશે જાણ કરવામાં આવી હતી પરંતુ કોઈ સુનાવણી થઈ ન હતી. પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે છે. તે લોકોને સમજાવવામાં વ્યસ્ત છે. 

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution