મુંબઇ -પુણે એક્સપ્રેસ હાઇવે ઉપર બસ ટ્રેક્ટર સાથે અથડાતા ૫ના મોત


મુંબઇ:મુંબઇ એક્સપ્રેસ હાઇવે પાસે શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ટ્રેક્ટર સાથે ટકરાઇ ગઇ છે. આ અકસ્માતમાં મૃતકોની સંખ્યા ચારથી વધીને પાંચ થઇ ગઇ છે. તો બીજી તરફ અકસ્માતમાં ઇજાગ્રસ્તોને નજીકની એમજીએમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નવી મુંબઇ ડીસીપી વિવેક પાનસરેએ જણાવ્યું હતું કે સોમવારે મોડી રાત્રે લગભગ એક વાગ્યાની આસપાસ મુંબઇ-પૂણે એક્સપ્રેસ હાઇવે પર એક ખાનગી બસમાં મુસાફરી કરેલા ૫૪ લોકો અષાઢી એકાદશીના અવસર પર પંઢરપુર જઇ રહ્યા હતા. શ્રદ્ધાળુઓથી ભરેલી બસ એક ટ્રેક્ટર સાથે ટકરાયા બાદ ખીણમાં પડી ગઇ હતી.અકસ્માતમાં ઇજાગ્રસ્ત ૪૨ લોકોને સારવાર માટે એમજીએમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે અન્ય ત્રણ લોકોને સરકારી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. અકસ્માતમાં ડોક્ટરોએ અપડેટ આપતાં જણાવ્યું હતું કે અત્યાર સુધી ૫ લોકોના મોત થયા છે .

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution