વાઘોડિયા
હાલોલ- વડોદરા રોડ પર વાઘોડિયા તાલુકાના પાંચદેવલા ગામના બસ સ્ટેન્ડ પાસેથી વિદેશી દારુ લઈ જતા તુફાનને ૫ લાખ ઊપરાંતના ભારતીય બનાવટના વિદેસી દારૂના મુગ્દામાલને ઝડપી પડ્યો છે.જાેકે આરોપીવાઘોડીયા પોલીસને ચકમો આપી ફરાર થવામા સફળ રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી ટાંણે મતદારોને લુભાવવા માટે વિદેશી દારૂ મંગાવાતો હોય છે.આવા શંકાસ્પદ ચુંટણી સમયે વાહન ચેકીંગ કરતા વાઘોડિયા પોલીસને ભારતીય બનાવટના વિદેશી દારુભરી લઈ જતા તુફાન ગાડીને જડપી પાડી છે. જાેકે આરોપી પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો. વાઘોડિયા તાલુકાના પાંચદેવલા ગામના બસ સ્ટેન્ડ પાસે વાઘોડિયા પોલીસ વાહન ચેકીંગમાં હતા. તે દરમ્યાન પોલીસને જાેઈ થોડે દુર હાલોલ તરફ એક તુફાન ગાડી રોડની બાજુમાં મુકી તેનો ચાલક ભાગી ગયો હતો. જેથી ચેકીંગ કરતા વાઘોડિયા પોલીસે ગાડી પાસે જઈ અંદર તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂની પેટીઓ તથા કાચના છુટા કવોટરિયા ૧૮૨૪ નંગ જેની કિંમત.૩, ૧૦૦,૮૦ રૂપિયા તથા તુફાન ગાડીની કીમત ૨ લાખ કુલ મળી ૫, ૧૦૦, ૮૦ રૂપિયાનો મુદ્દામાલ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી ટાણે જડપી પાડ્યો છે.ત્યારે બુટલેગરો ઘ્વારા મંગાવવામા આવેલો આ દારુ કોણે પહોંચાડવાનો હતો. તે દિશામા પણ પોલીસે શોઘખોળ શરુ કરી છે. જ્યારે ગાડી મુકી ભાગી જનાર ફરાર આરોપી વિરૂદ્ધ વાઘોડીયા પોલીસે ગુનો નોંધી તેને ઝડપી પાડવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.