આબુમાં એક સાથે ૫ રીંછ લટાર મારતા દેખાયા

અંબાજી ગુજરાતિ માટે ખાસ અને રાજસ્થાનનુ મિની કાશ્મીર ગણાતું માઉન્ટ આબુ અરાવલી પર્વતમાળાની વચ્ચે આવેલું છે. વર્ષે અહી કરોડો સહેલાણીઓ ફરવા આવતા હોય છે.જેમાં સૌ થી વધુ ગુજરાતીઓ હોય છે પણ ઘણાં ઓછા લોકોને ખબર હશે કે માઉન્ટ આબુમાં ૩૫૦ કરતા વઘુ રીંછ અભયારણ્ય વિસ્તારમાં વસવાટ કરે છે.આબુના અલગ અલગ વિસ્તારોમાં રીંછ અભયારણ્ય થી માનવ વસ્તીમાં આવવાની ઘટનાઓ વધવા પામી છે. જેનું મુખ્ય કારણ ભોજન અને પાણીની તંગી ના લીધે જંગલી જાનવરો માનવ વસ્તીમાં આવી રહ્યા છે. આબુ ખાતે પણ રીંછ ના વિડીઓ ફોટાઓ અવારનવાર સામે આવતા હોય છે. માઉન્ટ આબુમાં હરવા ફરવા માટે ઘણા બધા સ્થળો આવેલા છે.જેમાં અરાવલી પર્વતમાળાની વચ્ચે ૫૧ શક્તિપીઠ પૈકીનું અર્બુદા માતાજીનું પ્રાચીન અને પૌરાણિક મંદિર ગુફાઓની વચ્ચે આવેલું છે. આ પહાડની આસપાસ પણ મોટી સંખ્યામાં રીંછ વસવાટ કરે છે. અને અહી દર્શન કરવા આવતાં ભકતો ઘણી વાર વિડીઓ પણ બનાવતા હોય છે. ત્યારે થોડા સમય પેહલા એક સાથે આવેલા ૬ રીંછ ના વિડીયો સામે આવ્યો હતો. ત્યારે હાલ પણ અર્બુદા દેવી મંદિરે દર્શનાર્થે આવેલા ભક્તોએ ફરી એક વાર ૫ રીંછો નો વિડિયો ઉતાર્યો હતો અને સોશિયલ મીડિયા મા વાઇરલ કર્યો હતો. જાેકે હજી સુધી આ રીંછ નાં ટોળાએ કોઈ ને હાની પહોંચાડી નથી ત્યારે કસ કરી ને ગુજરાતી સહેલાણીઓ સાથે અન્ય પર્યટકો સાવધાની રાખે તે પણ જરૂરી છે. અહી માતાજીનો ઉપર ના હોઠ નો ભાગ પડેલો હોઈ આ મંદિર ખાતે દેશ વિદેશથી ભક્તો માતાજીના દર્શને આવતા હોય છે. મંદિરના મહારાજ પ્રવીણભાઈ રાવલે જણાવ્યું હતું કે અહીં બે-ત્રણ દિવસે રીંછ લોકોની નજરે પડતા હોય છે. ત્યારે અહી આવતા ભકતોએ સાવધાની રાખવી જાેઈએ.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution