દિલ્હી-
નેપાળમાં તીવ્ર આંચકા અનુભવાયા છે. નેપાળની રાજધાની કાઠમાંડુમાં બુધવારે સવારે 5.4 કલાકે તીવ્ર આંચકા આવ્યા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.4 હતી.
ભૂકંપનું કેન્દ્ર કાઠમાંડુથી 50 કિમી પૂર્વમાં હોવાનુ સામે આવી રહ્યુ છે. વારંવાર ભૂકંપનાં આંચકાથી લોકો ખૂબ ડરી ગયા છે. જો કે આ ભૂકંપથી કોઈ જાન-માલ ગુમાવવાનાં સમાચાર નથી. આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. નેપાળમાં 2015 નાં ભૂકંપથી ભયંકર વિનાશ સર્જાયો હતો. એ ભૂકંપમાં 900 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં હતાં. સિંધુપાલચોક જિલ્લાના ભોટેકોશી ગૌમપાલિકાના પ્રમુખ રાજકુમાર પૌડેલે જણાવ્યું હતું કે, જિલ્લામાં ત્રણ વખત આંચકા અનુભવાયા હતા. તેમણે કહ્યું કે ભૂકંપનો આંચકો ખૂધ વધારે હતો. પરંતુ હજી સુધી કોઈ નુકસાનના સમાચાર પ્રાપ્ત થયા નથી. નેપાળના કાઠમંડુ, સિંધુપાલચોક, પોખરા, ચિતવાન, વીરગંજ, જનકપુર સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા.