નર્મદા-
ગુજરાતના નર્મદા જિલ્લામાં આવેલી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યૂનિટીની ટિકિટના વેચાણમાંથી થયેલી આવકમાંથી 5.24 કરોડનું કૌભાંડ કરવામાં આવ્યું છે. આ મામલે ટિકિટના રૂપિયા જમા કરતી એજન્સીના કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસના એક અધિકારીએ આ વાતની જાણકારી આપી હતી.
પોલીસના જણાવ્યા નુસાર કેટલાક કર્મચારીઓએ 5,24,77,375 રુપિયા સ્ટેચ્યુ ઓફ યૂનિટીના ખાતામાં જમા કર્યા નથી. ખાનગી બેન્કના પ્રબંધકે સોમવારે રાત્રે કેવડિયા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા લોકો વિરુદ્ધ પ્રાથમિકી નોંધાવી છે. પોલીસે આ મામલે 420, 406 અને 120બી કલમ હેઠળ ફરિયાદ નોંધાવી છે. જો કે આ મામલે કોઈ પણ વ્યક્તિની ધરપકડ થઈ નથી.