મુંબઇ
ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી સોશિયલ મીડિયા પર અવારનવાર દીકરી પલક તિવારી સાથેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. એક્ટ્રેસે હાલમાં ફરીથી પલક સાથેની કેટલીક તસવીરો શેર કરી છે. તસવીરોમાં શ્વેતાએ રેડ અને વ્હાઈટ કલરનું શોર્ટ ફ્રોક પહેર્યું છે જ્યારે પલક પર્પલ સૂટમાં જોવા મળી રહી છે. આ સિવાય બંને માસ્ક પહેરીને રાખ્યું છે અને હાથમાં કોફી કપ જોવા મળી રહ્યો છે. તસવીરોના કેપ્શનમાં શ્વેતાએ લખ્યું છે કે, 'શું તમે વિચારી શકો છો કે માસ્ક પાછળ મારા એક્સપ્રેશન કેવા હતા?'. અગાઉ શ્વેતા, પલક સાથે પૂલમાં એન્જોય કરી રહી હોય તેવી તસવીરો શેર કરી હતી. એક્ટ્રેસ સિવાય તેની દીકરી પણ ગ્લેમરસ અંદાજના કારણે ચર્ચામાં રહે છે.