લોકસભા ચૂંટણીમાં હાર બાદ પંકજા મુંડેના ૪ સમર્થકોએ આત્મહત્યા કરી


મુંબઇ:મહારાષ્ટ્રના બીડમાં લોકસભા ચૂંટણી હાર્યા બાદ અત્યાર સુધીમાં ભાજપના નેતા પંકજા મુંડેના ચાર સમર્થકોએ આત્મહત્યા કરી લીધી છે. પંકજા મુંડેએ પોતાના સમર્થકોને આવું ન કરવાની અપીલ કરી છે. ૭ જૂને પંકજા મુંડેના સમર્થક લાતુરના રહેવાસી સચિન મુંડેએ આત્મહત્યા કરી હતી. ૯ જૂને પાંડુરંગ સોનાવણેનું અવસાન થયું હતું, જેણે બીડના અંબાજાેગાઈમાં આત્મહત્યા કરી હતી. આ પછી ૧૦ જૂને ત્રીજું મૃત્યુ થયું, આત્મહત્યા કરનાર વ્યક્તિની ઓળખ પોપટરાવ વૈભાસે તરીકે થઈ હતી, જે બીડના અષ્ટીમાં રહેતા હતા. પંકજા મુંડેના ચોથા સમર્થક ગણેશ બડેએ ૧૬ જૂને ખેતરમાં ફાંસી લગાવી દીધી હતી.

પંકજા મુંડેના કટ્ટર સમર્થક ગણેશ બડેને બીડ લોકસભા ચૂંટણીમાં પંકજા મુંડેની હારથી આઘાત લાગ્યો હતો. આ પછી ડિપ્રેશનના કારણે તેણે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. પંકજા મુંડે મૃતકના પરિવારને મળ્યા અને તેમને સાંત્વના આપી, જ્યાં તે ખૂબ જ રડતી જાેવા મળી.

મહારાષ્ટ્રના પૂૂર્વ પ્રધાન પંકજા મુંડે બીડ લોકસભા સીટ એનસીપી (શરદ પવાર) બજરંગ સોનાવણે સામે હારી ગયા હતા. આ પછી તેમના સમર્થકોમાં ભારે નિરાશા જાેવા મળી હતી. જ્યારે સમર્થકો દ્વારા આત્મહત્યાની ઘટનાઓ સામે આવી છે, સોશિયલ મીડિયા પર સમર્થકોને આત્મહત્યા ન કરવાની અપીલ કરતા તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણીમાં મારી હાર બાદ નિરાશ લોકો આત્મહત્યા કરી રહ્યા છે. મને લાગે છે કે મારી સામે ૩૦૭નો કેસ નોંધવો જાેઈએ કારણ કે ઘણા લોકો મને પ્રેમ કરે છે તેનું કારણ હું છું. મારા કારણે લોકોએ જીવ ગુમાવ્યા.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution