હોમ લોન પર ૪% વ્યાજ સબસિડી, મોદી સરકાર મધ્યમ વર્ગને આપી રહી છે મોટી ભેટ


નરેન્દ્ર મોદી સરકારે તેના ત્રીજા કાર્યકાળના પ્રથમ સામાન્ય બજેટમાં પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી (ઁસ્છરૂ-ેં) ૨.૦ ને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. ૨૩ જુલાઈના રોજ બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી ર્નિમલા સીતારમણે કહ્યું હતું કે શહેરી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે ૧ કરોડ ઘરો બાંધવાના છે. થોડા દિવસો બાદ કેન્દ્રીય કેબિનેટે પણ આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. ચાલો આ યોજના વિશે વિગતવાર જાણીએ.વર્ષ ૨૦૧૫માં પ્રધાનમંત્રી આવાસ યોજના- શહેરીની શરૂઆત થઈ હતી. આ યોજના હેઠળ ૧.૧૮ કરોડ આવાસોને મંજૂરી આપી હતી. સરકારી આંકડા પ્રમાણે તેમાંથી ૮૫.૫ લાખથી વધુ આવાસ પૂરા કરી લાભાર્થીઓને સોંપવામાં આવી ચૂક્યા છે. આ સિવાય અન્ય નિર્માણાધીન છે.સરકારની આ સ્કીમમાં લાભાર્થીને વ્યાજ સબસિડી યોજનાનો લાભ પણ મળશે. વ્યાજ સબસિડી યોજનાની હેઠળ આર્થિક રૂપથી નબળા વર્ગ (ઈઉજી)/નિમ્ન આવક વર્ગ(ન્ૈંય્)/મધ્યમ આવક વર્ગ (સ્ૈંય્)પરિવારમાંથી આવે છે. આ તે લોકો છે જેની પાસે દેશમાં કોઈ જગ્યાએ પાક્કું મકાન નથી. ઈઉજી હેઠળ તે પરિવાર છે જેની ૩ લાખ સુધીની વાર્ષિક આવક છે. તો ન્ૈંય્ હેઠળ ૩થી ૬ લાખ સુધીની વાર્ષિક આવકવાળા પરિવારોને રાખવામાં આવ્યા છે. આ રીતે સ્ૈંય્ હેઠળ ૬ લાખથી ૯ લાખ સુધીની વાર્ષિક આવકવાળા પરિવારો સામેલ છે. આ બધા પરિવારો માટે હોમ લોન પર સબસિડી આપવામાં આવશે.

સરકાર તરફથી જારી સત્તાવાર નિવેદન પ્રમાણે ૨૫ લાખ સુધીની હોમ લોન લેનાર લાભાર્થી ૧૨ વર્ષના સમય સુધી પહેલાના ૮ લાખ રૂપિયાની લોન પર ૪ ટકા વ્યાજ સબસિડીને પાત્ર હશે. આ હોમ લોન ૩૫ લાખ સુધીની કિંમતવાળા મકાન માટે છે. પાત્ર લાભાર્થીઓને ૫ વાર્ષિક હપ્તામાં પુશ બટનના માધ્યમથી ૧.૮૦ લાખની સબસિડી જારી કરવામાં આવશે. લાભાર્થી વેબસાઇટ, ઓટીપી કે સ્માર્ટકાર્ડ દ્વારા પોતાના ખાતાની જાણકારી લઈ શકે છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution