નસવાડી પોલીસ સ્ટેશનમાં ૪ પોલીસ કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવી જયારે નસવાડી પોલીસ સ્ટેશનમાં પેહલીવાર એક સાથે કોન્સ્ટેબલોને બઢતી મળી છે.
નસવાડી તાલુકો આદિવાસી તાલુકો છે અને પોલીસ કર્મચારીઓની ભરતી થઇ હતી ત્યાર થી બઢતી આવતી ના હતી સરકારે બઢતીના નિયમોના થોડી રાહત આપતા હવે પોલીસ કોન્સ્ટેબલોને બઢતી માટે ફાયદો થયો છે જેમાં નસવાડી પોલીસ સ્ટેશનમા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા (૧) અનીલભાઈ લીલાભાઈ ખાંભલીયા (૨) અલ્પેશભાઈ પુનાભાઈ ખાંભલીયા (૩) શાહરૂખખાન અયુબખાન સિંધી (૪) મિલન પ્રેમજીભાઈ સોલંકી આમ ૪ પોલીસ કર્મચારીઓને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી મળી છે આ પોલીસ કર્મચારીઓ છેલ્લા ૭ વર્ષ ફરજ બજાવી રહ્યા હતા અને આદિવાસી વિસ્તારમાં દારૂ બંધીની કડક અમલવારી કરાવવામાં સાથે તાલુકામાં જુગાર રમતા ઇસમોને પકડવામાં અને ચોરી કરીને ભાગતા ચોરોને પકડવામાં આ ૪ કોન્સ્ટેબલોનો સી ફાળો રહ્યો છે અને તેઓની આવી સારી કામગીરી થી લોકોમાં પોલીસ પ્રતે વિશ્વાસ વધીયો હતો જેઓને બઢતી મળતા તાલુકાવાસીઓમાં પણ ખુશી છવાઈ છે આ હેડ કોન્સ્ટેબલો હવે આઉટ પોસ્ટમાં પણ કામગીરી કરી શકશે સાથે પોલીસ સ્ટેશનમાં પી.ઓ.સો તરીકે પણ કામગીરી કરશે જયારે બઢતી મળતા પગારમાં પણ વધારો થયો છે આગામી વર્ષોમાં પરીક્ષા પાસ કરીને પી.એસ.આઈ પણ બની શકશે ખાતકીય બઢતીનો લાભ પોલીસ કર્મચારીઓને મળતા નસવાડી પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારીઓમાં બઢતી મળતા બીજા પોલીસ કર્મચારીઓમાં પણ બઢતીની આશા જાગી છે નસવાડી તાલુકામાં ગઢ બોરિયાદ આઉટ પોસ્ટ દુગ્ધા આઉટ પોસ્ટ તેમજ તણખલા આઉટ પોસ્ટ અને આમરોલી આઉટ પોસ્ટની જવાબદારી આ હેડ કોન્સ્ટેબલો આપવામાં આવે અને વિસ્તારમાં થતી ગેરકાયદેર પ્રવુતિઓ નાબૂદ થાય તેવી લોકોમાં આશા જાગી છે