કોરોના રસીકરણ સામે કોરોનાના ૪૭ પોઝિટિવ દર્દીઓ સામે ૪૪ ડિસ્ચાર્જ

વડોદરા

શહેર-જિલ્લામાં કોરોના રક્ષણાત્મક રસીકરણ સામે કોરોનાના આજે ૪૭ પોઝિટિવ કોરોના દર્દીઓ નોંધાયા હતા જ્યારે ૪૪ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. વિતેલા છેલ્લા ૨૪ કલાક દરમિયાન એકપણ દર્દીનું સારવાર દરમિયાન મોત ન થતાં કોરોનાનો મૃત્યુઆંક ૨૪૧ પર સ્થિર રહ્યો હતો.

હાલ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા દર્દીઓમાં ૨૭ દર્દીઓ વેન્ટિલેટર પર, ૬૬ દર્દીઓ ઓક્સિજન પર, જ્યારે ૫૧૭ સુધારા પર હોવાનું તબીબીસૂત્રોએ જણાવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ ૨૨૯૦૬ લોકો કોરોનાને મ્હાત આપી ચૂકયા છે. વડોદરામાં હાલ એક્ટિવ કેસ ૬૧૦ છે. શહેર-જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના ૨૩,૭૫૭ પોઝિટિવ કેસ નોંધાયા છે જે પૈકી પૂર્વ ઝોનમાં ૩૫૨૮, પશ્ચિમ ઝોનમાં ૩૮૬૭, ઉત્તર ઝોનમાં ૪૬૩૯, દક્ષિણ ઝોનમાં ૪૩૦૫, જ્યારે ગ્રામ્યમાં ૭૩૮૨નો સમાવેશ થાય છે.

કોરોનાના શહેરના વિસ્તાર પૈકી કારેલીબાગ, નવાપુરા, કપુરાઈ, ગાજરાવાડી, માંજલપુર, પાણીગેટ, દિવાળીપુરા, ફતેપુરા, નવીધરતી અને તાંદલજાનો સમાવેશ થાય છે, જ્યારે ગ્રામ્યમાં પોર, કરજણ, ડભોઈ, વાઘોડિયા, પાદરા, શિનોર અને સાવલીનો સમાવેશ થાય છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution