સૌરાષ્ટ્રના લોકોને કેન્દ્રની મોદી સરકારે આપી 4 મોટી ભેટ, જાણો શું કરી જાહેરાત?

રાજકોટ-

સૌરાષ્ટ્રમાંથી ભારત પ્રવાસે જવા માંગતા લોકો માટે કેન્દ્રની મોદી સરકારે મોટી ભેટ આપી છે. આજે રાજકોટમાં ભારતીય રેલવે (IRCTC) દ્વારા પત્રકાર પરીષદ યોજવામાં આવી હતી. જેમાં રાજકોટમાંથી અલગ અલગ 4 ટુરિજમ ટ્રેન આગામી દિવસોમાં શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ ટ્રેનો શરૂ થતાં સૌરાષ્ટ્રના લોકોને ઉત્તર અને દક્ષિણ ભારતનો પ્રવાસ કરવામાં ખૂબ જ આસાની થઈ જશે.

રેલવે વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં અલગ અલગ 4 ટ્રેન પ્રવાસીઓ માટે ઉપડશે. ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં ટુરિસ્ટો ફરવા માટે જઇ શકશે. દક્ષિણ દર્શન માટે પિલગ્રીમ વિશેષ ટ્રેન, નમામી ગંગે પીલગ્રીમ વિશેષ ટ્રેન , દક્ષિણ અને ઉત્તર ભારતના પ્રવાસીઓ માટે ભારત દર્શન ટ્રેન ફેબ્રુઆરીમાં અને માર્ચમાં રાજકોટથી ઉપડશે. સામાન્ય નાગરિકો યાત્રા કરી શકે તે માટે રેલવે દ્વારા વિશેષ ટ્રેન શરૂ કરવામાં આવશે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution