અમદાવાદ-
ગુજરાતભરમાં જ્યારે કોઈ વ્યક્તિને પેટીએમ કે અન્ય કંપનીનો દ્ભરૂઝ્ર માટે કોલ આવે તો ચેતી જવા માટે અનેક વખત પોલીસ દ્વારા જાણ કરવામાં આવે છે. પણ ક્્યારેય આ ચિટિંગના આરોપીઓ પકડાતા નથી કારણ કે આ આખું નેટવર્ક ઝારખંડના જામતારાથી જ ચાલતું હોય છે. હવે અમદાવાદ સાયબર ક્રાઈમબ્રાન્ચની ટીમે વેશ પલટો કરીને ગુજરાતના દ્ભરૂઝ્રના નામેં ચિટીંગ કરતી ગેંગને ઝડપી લીધી છે. ગુનામાં સાયબર ક્રાઈમને કુલ ચાર કુલ ચાર આરોપીને ઝડપી લીધા છે.
અમદાવાદ સાયવર ક્રાઇમ પાસે અનેક લોકો પોતાની પેટીએમ અને અન્ય પેમેન્ટ એપ્લિકેશનમાં દ્ભરૂઝ્ર કરાવવાના બહાને ચિટિંગનો ભોગ બનેલા લોકો આવે છે. જાેકે જ્યારે પણ આ ગેંગની તપાસ કરવામાં આવે તો તેમાં તપાસનો છેડો ઝારખંડના જામતારા સુધી પહોંચે છે. અનેક વખત ગુજરાત પોલીસ ત્યાં પહોંચી પણ ત્યાં સ્થાનિક લોકો અને કેટલાક વર્ગ ધરાવતા લોકોને કારણે ગેંગનો આરોપી ભાગી જાય છે.
સાયબર ક્રાઇમમાં થોડા સમય અગાઉ એક વ્યક્તિના દ્ભરૂઝ્રના નામે વાત કરીને ૧૧ લાખ રૂપિયા જતા રહ્યા હોવાની વિગત સામે આવી હતી. જે અંગે સાયબર ક્રાઇમના છઝ્રઁ જે એમ યાદવ અને તેમની ટીમને તપાસ દરમિયાન જામતારાના એક વ્યક્તિનું નામ મળ્યું અને આ આખું ચિટિંગ જામતારાથી જ થયું હોવાનું સામે આવ્યું હતું.