મણિપુરમાં વરસાદ અને ભૂસ્ખલનના કારણે ૩૮ લોકોના મોત

ઇમ્ફાલ :રેમલ વાવાઝોડાને કારણે ઉત્તર-પૂર્વના લગભગ તમામ રાજ્યો પ્રભાવિત થયા છે. મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ, આસામ અને મેઘાલયમાં તબાહીના દ્રશ્યો છે. મણિપુરની ઇમ્ફાલ ખીણમાં ભારે વરસાદને કારણે આવેલા પૂરથી હજારો લોકો પ્રભાવિત થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે ઈમ્ફાલ નદીમાં પાણી વધતા ઘણા વિસ્તારોમાં પૂર આવી જતા સેંકડો ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. વિસ્તારના લોકોએ કોમ્યુનિટી હોલમાં આશરો લીધો છે. અધિકારીઓએ જણાવ્યું કે નમબુલ નદીમાં પાણી વધવાને કારણે ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના ખુમાન લેમ્પક, નાગારમ, સગોલબંદ, ઉરીપોક, કેસમથોંગ અને પાઓના વિસ્તારો સહિત ઓછામાં ઓછા ૮૬ વિસ્તારોમાં પૂરની માહિતી મળી છે. સતત વરસાદને કારણે, ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના કેરાંગ, ખાબમ અને લારિયાંગબમ લેઇકાઇ વિસ્તારો પાસે ઇમ્ફાલ નદીના કાંઠા તૂટી ગયા છે.ઘણા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે, સેંકડો ઘરો ડૂબી ગયા છે., ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના હેનગાંગ અને ખુરાઈ વિધાનસભા ક્ષેત્રના ઘણા વિસ્તારો ખરાબ રીતે પ્રભાવિત થયા છે, રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળની એક ટીમ બચાવ કામગીરીનું નેતૃત્વ કરવા માટે લગભગ ૧૦ વાગ્યે એરફોર્સની વિશેષ ફ્લાઇટ દ્વારા ઇમ્ફાલ પહોંચી. મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે જણાવ્યું કે, કેટલાક વિસ્તારોમાં નદીકાંઠાના ડેમમાં ભંગાણ પડતા નાગરિકો અને પ્રાણીઓને અસર થઈ છે. અધિકારીઓએ જણાવ્યું કે ઇમ્ફાલ અને સિલચરને જાેડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૩૭ પરનો ઇરાંગ બેઇલી બ્રિજ તૂટી પડ્યો હતો, જેના કારણે રોડ કનેક્ટિવિટી ખોરવાઈ ગઈ.રેમલ વાવાઝોડાને કારણે ઉત્તર-પૂર્વના લગભગ તમામ રાજ્યો પ્રભાવિત થયા છે. ચાર રાજ્યોમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે મિઝોરમમાં ૨૯, નાગાલેન્ડમાં ૪, આસામમાં ૩ અને મેઘાલયમાં ૨ નાગરિકોના મોત થયા છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution