કાબૂલ-
એક તરફ જ્યાં સમગ્ર વિશ્વ કોરોના જેવી મહામારીનો સામનો કરી રહ્યો છે તો બીજી તરફ કુદરત પણ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવી રહી છે. છેલ્લા કેટલાય સમયથી જ્યાં વિશ્વના જુદા જુદા વિસ્તારોમાં ભૂકંપ સહીત કુદરતી આફતો આવી રહી છે ત્યારે ફરી એકવાર અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.
મળતી માહિતી મુજબ, અફઘાનિસ્તાનના ઘણા વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેને પગલે લોકોમાં ફફડાટ ફેલાયો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ અફઘાનિસ્તાનના હિંદુકુશ સહિતના આસપાસના વિસ્તારોમાં વહેલી સવારે ૫.૨૮ની આસપાસ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા મુજબ રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા ૩.૮ની માપવામાં આવી હતી.