કિન્નોર-
હિમાચલ પ્રદેશના આદિવાસી જિલ્લા કિન્નોરમાં શુક્રવારે રાતે ૩.૧ તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. હવામાન વિજ્ઞાન વિભાગે જણાવ્યું કે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. વિભાગે જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર કિન્નોર જિલ્લામાં જમીનથી ૧૦ કિલોમીટરની ઉંડાઈ પર સ્થિત હતુ. રાતના ૧૧ વાગીને ૩૨ મિનિટ પર ભૂકંપના ઝટકા કિન્નોરની આસપાસના જિલ્લામાં અનુભવાયા છે.
આની પહેલા હિમાચલના શિમલામાં ગુરુવારે સાંજે ૩.૬ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. હવામાન વિભાગે આ જાણકારી આપી છે. અધિકારીઓએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર શિમલા જિલ્લામાં ધરતીની નીચે ૧૦ કિલોમિટરની ઉંડાઈ પર સ્થિત હતુ. જિલ્લા અને તેમની આસપાસના વિસ્તારમાં સાંજે ૭ વાગીને ૪૭ મિનિટ પર ઝટકો અનુભવાયો છે.