વડોદરા, તા.૨૮
શહેરની મધ્યમાં આવેલ ન્યાંયમંદિર ની ઐતિહાસિક ઇમારતની ૧૨૬ મી વર્ષગાંઠ નિમિત્તે અનોખી રીતે ઉજવણી કરવામાં આવશે. શહેરની આર્ટ ઓરીજનીલ નામની સંસ્થાએ આ ઐતિહાસિક દિવસની ઉજવણી કરવા ખાસ આયોજન કર્યુ છે. જેમાં મહારાજા સયાજીરાવ યુનિવસિર્ટીની ફાઇન આર્ટસ ફેકલ્ટીનાં વિધાર્થીઓએ આ ઐતિહાસિક ઇમારતનું પેઇન્ટીંગ બનાવશે. કલાક્ષેત્રે સંકળાયેલ વિધાર્થીઓએ ૩૦ નવેમ્બરે સવારનાં આંઠ થી બપોરનાં ૧૨ વાગ્યા સુધીમાં આ ઐતિહાસિક ન્યાયમંદિર ઇમારતનું લાઇવ પેઇન્ટીંગ બનાવશે આ લાઇવ પેઇન્ટીંગમાં ૭૫ થી વધુ વિધાર્થીઓ ભાગ લેશે. આ પ્રસંગે વડોદરાનાં મહારાજા સમરજીતસિંહજી ગાયકવાડ અને મહારાણી રાધિકારાજે ગાયકવાડ ખાસ ઉપસ્થિત રહેશે.અને વિધાર્થીઓને પ્રોત્સાહિત કરશે.
ઐતિહાસિક ન્યાયમંદિર ઇમારતના વિધાર્થીઓએ બનાવેલ પેઇન્ટીંગ આગામી ૧ અને ૨જાન્યુઆરી ના રોજ સવારનાં ૧૦ થી સાંજનાં ૫ સુધી કિર્તીમંદિર ખાતે પ્રદર્શિત કરવામાં આવશે.
ન્યાયમંદિરનો ભવ્ય ઇતિહાસ ઃ ઐતિહાસિક ન્યાયમંદિર ઇમારત ૧૮૯૬માં બરોડા સ્ટેટને ભેટમાં મળી હતી
વડોદરાનાં ર્દિઘદ્રષ્ટા સર સયાજીરાવ ત્રીજાએ બરોડા સ્ટેટની સુશાશન વ્યવસ્થાનાં ભાગરૂપે તા.૩૦- ૧૧.૧૮૯૬ ના રોજ ઐતિહાસિક ન્યાયમંદિર ઇમારત તેમની પત્નિ મહારાણી ચિમનાબાઇ ની યાદમાં નિમાર્ણ કરાવી હતી. અને તેનો ઉપયોગ ટાઉન હોલ તરીકે થતો હતો. પરંતુ થોડાકજ વર્ષોમાં ૩૦ નવેમ્બર ૧૮૯૬ નાં રોજ આ ઇમારતને ( કોર્ટ) ન્યાયમંદિરમાં તબદીલ કરવામાં આવી હતી. તેની ઓળખ મહારાણી ચીમનાબાઇ ન્યાંયમંદિર તરીકે થતી હતી.આ ઇમારતમાં ડો બાબાસાહેબ આબેંડકર, અરબિન્જુ ધોષ, સહિત અનેક મહાનુભાવો પોતાનુ વકતવ્ય આપી ચુકયા છે. અને જયારે બરોડા સ્ટેટનું આઝાદી બાદ દેશમાં વિલિનિકરણ થયુ ત્યારે બરોડા સ્ટેટનાં અંતિંમ રાજવી પ્રતાપસિંહરાવ ગાયકવાડે ન્યાંયમંદિરની બાલ્કનીમાંથી પ્રજાને છેલ્લુ સંબોધન કર્યુ હતુ.