અમદાવાદઃ અમદાવાદ સોલા ઉમિયાધામ ખાતે શિલાન્યાસ કાર્યકમની આજે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આજે છેલ્લા દિવસે ૫૦૧ શીલા પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા, કેન્દ્રી મંત્રી પરશોત્તમ રૂપાલા, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, વિપક્ષ નેતા પરેશ ધાનાણી તેમજ અલગ અલગ મંદિરના મહંતો અને સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ભવ્ય યજ્ઞની આહુતિ આપી અને કાર્યકમને પૂર્ણ કરવામાં આવ્યો હતો. આજે છેલ્લા દિવસે સી એમ ભૂપેન્દ્ર પટેલ, પૂર્વ નાયબ પ્રધાન નિતિન પટેલ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત આજે છેલ્લા દિવસે પી એમ નરેન્દ્ર મોદી એ પણ વિડીયો સંદેશ દ્વારા સમાજના કર્યો ને બિરદાવયા હતા. ઉપરાંત પાટીદાર સમાજ દીકરીઓ માટે જે કામ કરી રહી છે તે માટે પણ તેમણે અભિનંદ આપ્યા હતા. ૩ દિવસ ચાલેલા આ કાર્યકમમાં મોટા પ્રમાણમાં પાટીદાર અને અન્ય સમાજના લોકો એ ભાગ લીધો હતો. આ પ્રોજેકટ ને પૂર્ણ થતાં ૪ વર્ષ જેટલો સમય લાગશે તો સંકૂલ બનતા ૨ વર્ષનો સમય લાગશે. ઉમિયાધામ ખાતે આજે પરેશ ધાણાની એ પાટીદાર આગેવાનો ને ટકોર કરતાં કહ્યું હતું કે પટલાઈમાં આપનું પૂરું ના થઈ જાય તેનું આપણે ધ્યાન રાખવું પડશે. આપણે પાટીદાર નહીં આપણે સરદાર બનવાનું છે. દેશને જેમને લાગણીના તાંતણે જાેડવાનું કામ કર્યું છે તેમણે આપણે સરદાર બનાવીને બતાવવાનું છે. આપણે ક્યાં હતા, ક્યાં છીએ અને ક્યાં પહોચ્યા એ બધુ ભૂલીને આપણે કેવી રીતે ટકીશું તેની ચિંતા આપણે કરવી જાેઈએ.