આસામમાં જારદાર વરસાદના કારણે ભૂસ્ખલનમાં૨૦ના મોત

દિસપૂર,તા.૨

આસામમાં મંગળવારનાં રોજ ભૂસ્ખલનમાં લગભગ ૨૦ લોકોનાં મોત થઇ ચૂક્્યાં છે. મૃતક મુખ્ય રૂપથી દક્ષિણી આસામનાં બરાક ઘાટી ક્ષેત્રનાં ત્રણ અલગ-અલગ જિલ્લાઓ સાથે સંબંધ રાખે છે. આ ઘટનામાં કેટલાંક અન્ય લોકો પણ ઘાયલ થયાં છે. જા કે બચાવ દળ ઘટનાસ્થળ પર પહોંચી ગયું છે. મૃતકોમાંથી સાત કછાર જિલ્લા, સાત હૈલાકાંડી જિલ્લા અને છ કરીમગંજ જિલ્લામાંથી છે. આ ક્ષેત્રમાં છેલ્લાં કેટલાંક દિવસોથી ભારે વરસાદ વરસી રહ્યો છે. પૂર્વોત્તર રાજ્ય પહેલેથી જ મોટા પાયે પૂર સામે ઝઝૂમી રહ્યાં છે. જેનાંથી લગભગ ૩.૭૨ લાખ લોકો પ્રભાવિત થયાં છે. 

હૈલાકાંડી જિલ્લામાં બે ભૂસ્ખલનની દુર્ઘટનામાં સાત લોકોનાં મોત થયાં છે. આસામનાં મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે જિલ્લા પ્રશાસનને ઘાયલ વ્યÂક્તઓની મદદ માટે આવશ્યક પગલાં લેવાં અને

મૃતક વ્યÂક્તઓનાં પરિવારજનોને વળતરની રકમ આપવાનો પણ નિર્દેશ કર્યો છે.

ગોલપારા, નાગાંવ અને હોજાઇ જિલ્લા પ્રભાવિત છે. પૂરમાં છ લોકોનાં મોત પણ નિપજ્યાં છે અને ૩૪૮ ગામડાંઓ પાણીની અંદર ડૂબી ગયા છે. લગભગ ૨૭,૦૦૦ હેક્ટરમાં પાક ખરાબ થઇ ચૂક્્યાં છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution