ઈરાન:લેબનોનમાં ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ પર ઈઝરાયેલના હુમલા વચ્ચે ઈરાનમાં એક મોટી દુર્ઘટના થઈ છે. મિથેન ગેસના લીકેજને કારણે પૂર્વી ઈરાનમાં કોલસાની ખાણમાં જાેરદાર વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ૩૦ લોકોએ જીવ ગુમાવ્યા છે.૧૭ લોકો ઘાયલ થયા છે. ઈરાનના સરકારી મીડિયા અનુસાર ખાણમાં હજુ ૨૪ અન્ય લોકો ફસાયેલા છે.
સરકારી મીડિયાના અહેવાલો અનુસાર, આ દુર્ઘટના ઈરાનની રાજધાની તેહરાનથી લગભગ ૫૪૦ કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં સ્થિત તબાસમાં થઈ હતી. શનિવારે મોડી રાત્રે થયેલા પ્રચંડ વિસ્ફોટ બાદ ઇમરજન્સી કર્મચારીઓને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. વિસ્ફોટ સમયે લગભગ ૭૦ લોકો ત્યાં કામ કરી રહ્યા હતા. સરકારી ટીવી અનુસાર ખાણમાં ૨૪ લોકો ફસાયેલા છે.પ્રાંતીય ગવર્નર મોહમ્મદ જાવેદ કેનાતે સરકારી ટીવીને જણાવ્યું કે ૩૦ લોકો માર્યા ગયા અને ૧૭ ઘાયલ થયા. ઈરાનના નવા રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયને ફસાયેલા લોકોને બચાવવા અને તેમના પરિવારોને મદદ કરવાનો આદેશ આપ્યો. તેમણે એમ પણ કહ્યું કે ઘટનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.સ્ટેટ ટીવીએ જણાવ્યું હતું કે ૨૪ લોકો અંદર ફસાયેલા હોવાનું માનવામાં આવે છે, જ્યારે ૨૮ લોકોને જીવતા બચાવી લેવામાં આવ્યા છે. તેઓને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું અને કહ્યું કે તેમણે ફસાયેલા લોકોને બચાવવા અને તેમના પરિવારોને મદદ કરવાના તમામ પ્રયાસો કરવાનો આદેશ આપ્યો છે.