૩ વર્ષ જૂનો નિયમ બદલાયો ઃહવે આ લોકોએ પણ ભરવો પડશે ટોલ ટેક્સ ૩ વર્ષ જૂનો નિયમ બદલાયો ઃહવે આ લોકોએ પણ ભરવો પડશે ટોલ ટેક્સ


નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (દ્ગૐછૈં) એ ટોલ બૂથ પર રાહ જાેવાના સમય અંગેના ત્રણ વર્ષ જૂના નિયમો પાછા ખેંચી લીધા છે. મે ૨૦૨૧માં દ્ગૐછૈં એ નવા નિયમ હેઠળ જણાવ્યું હતું કે ટોલ બૂથ દીઠ વાહનોનો ફ્લો ૧૦ સેકન્ડથી ઓછો હોવો જાેઈએ અને કોઈપણ લેનમાં વાહનોની સંખ્યા ટોલ બૂથથી ૧૦૦ મીટરથી વધુ ન હોવી જાેઈએ. નવા નિયમ હેઠળ દ્ગૐછૈંએ આદેશ આપ્યો હતો કે જાે ટોલ બૂથથી ૧૦૦ મીટરના અંતર સુધી વાહનોની કતાર લાગી જાય તો તેમણે ટોલ ચૂકવ્યા વિના પસાર થવા દેવામાં આવશે. દ્ગૐછૈંએ એવા ટોલ બૂથ માટે આ નિયમ બનાવ્યો છે જ્યાં પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે અને ટોલ પ્લાઝા માટે જમીન સંપાદિત કરવાની બાકી છે.

જાેકે, હવે ત્રણ વર્ષ બાદ દ્ગૐછૈંએ ૨૦૨૧ની તે પોલિસી પાછી ખેંચી લીધી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ નિયમને લાગુ કરવામાં મુશ્કેલીઓ અને નાગરિકોની ટીકા બાદ આ નિયમ હટાવી દેવામાં આવ્યો છે. દ્ગૐછૈં એ હવે લાંબી લાઈનોને મેનેજ કરવા માટે લાઈવ ફીડ સિસ્ટમ લાગુ કરી છે. ટોલ પ્લાઝાને મેનેજ કરવા માટે દ્ગૐછૈં તરફથી તાજેતરની ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે ટોલ પ્લાઝા પર રાહ જાેવાના સમયને લગતા લાગુ નિયમોને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવ્યા છે. કારણ કે દ્ગૐ હ્લીી ઇેઙ્મીજ ૨૦૦૮ માં આવી છૂટ વિશે કોઈ ઉલ્લેખ નથી.

વર્ષ ૨૦૨૧માં રજૂ કરવામાં આવેલી આ જાેગવાઈમાં કહેવામાં આવ્યું હતું કે ટોલ બૂથ પર એ સુનિશ્ચિત કરવું જાેઈએ કે પીક અવર્સ દરમિયાન લોકો ટોલ ટેક્સ ભરવામાં ૧૦ સેકન્ડથી વધુ સમય ન લે. જાે કોઈપણ સમયે કોઈપણ લેનમાં વાહનોની કતાર ટોલ બૂથથી ૧૦૦ મીટરથી વધુ હશે, તો તે લેનનો બૂમ બેરિયર દૂર કરવામાં આવશે અને કોઈપણ ટોલ ટેક્સ ચૂકવ્યા વિના વાહનોને પસાર થવા દેવામાં આવશે. તેના માટે દરેક લેનમાં ટોલ બૂથથી ૧૦૦ મીટરના અંતરે પીળી લાઇનને ચિહ્નિત કરવા અને આ નિયમને મુખ્ય રીતે દર્શાવવા માટે કહેવામાં આવ્યું હતું. સૂત્રોનું કહેવું છે કે આ જાેગવાઈને કારણે દ્ગૐછૈંને ભારે ટીકાનો સામનો કરવો પડ્યો હતો. કારણ કે આવી જાેગવાઈનો અમલ લગભગ અશક્ય હતો. સંસદમાં પણ આ નિયમ અંગે અનેકવાર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. તેથી આ નિયમ દૂર કરવામાં આવ્યો છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution