મોડાસા-
અરવલ્લી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે વ્યાપક છૂટછાટ બાદ લોકો માસ્ક પહેરતા નથી અને સોશ્યલ ડિસ્ટન્સ લીરેલીરા ઉડાડતા કોરોના સતત વધી રહ્યો છે કોરોના સંક્રમણને અટકાવવા તંત્ર નબળું સાબિત થયું છે અરવલ્લી જીલ્લા સેવાસદન કચેરી પરિસરમાં આવે મામલતદાર કચેરીના મામલતદાર સહીત ત્રણ કર્મચારીઓને કોરોના પોઝેટીવ આવતા તાત્કાલીક અસરથી જનસેવા કેન્દ્ર અને ઈધરાનું કામકાજ બંધ કરી દેવામાં આવ્યુ છે. જીલ્લા સેવાસદનમાં અરજદારોનો ધસારો રહેતો હોવાથી કામકાજ સ્થગીત કરવાના આવ્યું છે.
જિલ્લા કલેક્ટર કચેરી ખાતે શહેર અને ગ્રામ્ય મામલતદાર અંતર્ગત જનસેવા કેન્દ્ર કાર્યરત્ છે. મોડાસા શામળાજી રોડ ઉપર આવેલ જિલ્લા સેવાસદનના ભોંયતળિયા ઉપર ચાલતા આ જનસેવા અને ઈધરા કેન્દ્રમાં કામકાજ અર્થે તેમજ એફિડેવીટ કરાવવા માટે, મામલતદાર સહીત ત્રણ કર્મચારીઓ કોરોના સંક્રમીત થતા અરજદારોમાં ફફડાટ ફેલાયો છે આરોગ્ય તંત્રએ મામલતદાર કચેરીને સૅનેટાઈઝ કરી અન્ય કર્મચારીઓના કોરોના રેપિડ ટેસ્ટ કરાવવા તજવીજ હાથધરી હતી. મોડાસા મામલતદાર અરુણદાન ગઢવી અને તેમની પત્ની પણ કોરોના સંક્રમીત થતા મોડાસાની કોવીડ હોસ્પિટલમાં સઘન સારવાર ચાલુ કરી દેવામાં આવી છે