શ્રીનગર-
જમ્મુ-કાશ્મીરના સોપેરમાં ગઇકાલે રાત્રે થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષાબળોએ ત્રણ આતંકીઓને ઠાર કરી દીધા છે. ત્રણેય આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જાેડાયેલા હતા. પોલીસ અને સીઆરપીએફ ટીમ પર હુમલામાં સામેલ મુદસરિત પંડિતને પણ અથડામણમાં ઠાર કરાયો છે. ૧૨ જૂનના રોજ સોપોરમાં થયેલા આતંકી હુમલામાં ૩ પોલીસકર્મી અને ૨ સામાન્ય નાગરિકના મોત થયા હતા.
આઇજી વિજય કુમારે કહ્યું કે સોપોર હુમલામાં સામેલ મુદસ્સિર પોલીસ પાર્ટી પર હુમલો કરવા સિવાય બીજી કેટલીય આતંકી ગતિવિધિઓમાં પણ સામેલ હતો. પોલીસના મતે ગુંડ બ્રથ વિસ્તારમાં ચાલેલું આ ઓપરેશન હવે ખત્મ થઇ ચૂકયું છે. અથડામણ બાદ સુરક્ષાબળોએ ત્રણ છદ્ભ-૪૭ સહિત મોટી માત્રામાં દારૂગોળો જપ્ત કર્યો છે.વિજય કુમારે કહ્યું કે મૃત્યુ પામેલા આતંકીઓમાં એક પાકિસ્તાની નાગરિક અસરાર ઉર્ફે અબ્દુલ્લા પણ સામેલ છે. જે ૨૦૧૮ની સાલથી ઉત્તર કાશ્મીરમાં એક્ટિવ હતો. તેમણે લશ્કર આતંકી મુદસ્સિરના મોતને સામાન્ય લોકો માટે મોટી રાહત ગણાવી છે.
આપને જણાવી દઇએ કે ૧૨મી જૂનના રોજ સોપોરમાં જ પોલીસ અને સીઆરપીએફની જાેઇન્ટ ટીમ પર આરામપુરાના એક નાકા પર હુમલો થયો હતો. આ હુમલામાં ત્રણ પોલીસકર્મી શહીદ થઇ ગયા. તો બીજા બે પોલીસકર્મી પણ ઘાયલ થઇ ગયા. આ સિવાય ૨ સામાન્ય નાગરિકોના પણ આ આતંકી હુમલામાં મોત થયા હતા. આની પહેલાં ગુરૂવારના રોજ પણ આંતકીઓએ ગોળી મારીને એક પોલીસકર્મીની હત્યા કરી દીધી હતી. જે સમયે આ વારદા થઇ તે સમયે જવાન ડ્યુટી પર નહોતા. શ્રીનગરના ઇદગાહ વિસ્તારના સૈદપોરા વિસ્તારમાં આતંકીઓએ કોન્સ્ટેબલ જાવેદ અહમદને તેના ઘર પાસે ગોળી મારી ગંભીર રીતે ઘાયલ કરી દીધો હતો. તેને નજીકના શૌરા સ્થિત એસકેઆઇએમએસ હોસ્પિટલ લઇ જવાયો જ્યા ડૉકટરે મૃત જાહેર કરી દીધા હતા.