જરોદથી એનડીઆરએફની ૪ ટીમ ગીર,સોમનાથ અને મોરબી જવા રવાના

વડોદરા : ગત વર્ષે આમ્ફાન વાવાઝોડાએ દરીયાકાંઠાને હચમચાવ્યા પછી હવે આ વર્ષે અરબી સમુદ્રમાં ઉદ્‌ભવેલા હવાના દબાણને કારણે તોકતે વાવાઝોડું આગામી દિવસમાં ગુજરાત સહીત કેટલાક રાજયોના દરીયાકાંઠાને હચમચાવે તેવી શક્યતાને પગલે જરોદ સ્થિત એનડીઆરએફના મુખ્ય મથકથી ચાર ટીમ ગીર,સોમનાથ અને મોરબી રવાના કરવામાં આવી છે.અને ૧૫ ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.આ ટીમ રાહત અને બચાવ સામગ્રી સાથે રવાના થઇ છે. અરબી સમુદ્રમાં ઉદ્‌ભવેલા હવાના દબાણને કારણે તોકાતે વાવાઝોડું નિર્માણ પામ્યું છે.અને આ વાવાઝોડું ગુજરાત અને અન્ય રાજયના દરીયાકાંઠાને પ્રભાવિત કરી શકે તેમ હોઇ હવામાન વિભાગ દ્વારા દરિયાકાંઠા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે.અને દરીયાખેડૂઓને દરીયો નહી ખેડવા સૂચના આપી છે.આ વાવાઝોડું ૧૫૦ કિલોમીટરની ઝડપથી શરુ કરીને ૧૭૫ કીલોમીટર સુધી આવી શકે છે.જેની અસર વડોદરામાં આવતીકાલે જણાશે.આ વાવાઝોડાને પગલે વડોદરા નજીક આવેલ જરોદ ખાતે આવેલ એનડીઆરએફના મુખ્ય મથકથી આજે બે ટીમ ગીર,સોમનાથ અને બે ટીમ મોરબી રવાના કરવામાં આવી છે.જ્યારે ૧૫ ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.આ ટીમ રાજ્ય સરકાર અને તંત્રની સૂચના જરુર જણાયે અન્ય રાજયમાં બચાવ રાહત કામગીરી માટે મોકલવામાં આવશે.આ ટીમ સાથે ઝાડ તેમજ થાંભલા કાપવના કટર,બોટ,પ્રાથમિક આરોગ્યની સામગ્રી, તેમજ બચાવ રાહતના સાધનો સાથે રવાના થઇ છે. શહેરમાં બદલાયેલા વાતાવરણને પગલે શહેરમાં આવતીકાલે વાવાઝોડાની અસર જણાશે.સાથો સાથ વરસાદ પણ પડવાની શકયતા જણાવવામાં આવી છે.આ વાવાઝોડું તા ૧૮ ના રોજ સાયકલોન સ્ટ્રોમમાં રુપાતરિત થશે.જેનાથી દરિયાકાંઠા વિસ્તારને ભારે અસર પડશે. આ વાવાઝોડું ૧૮મી સાંજ સુધી ગુજરાતના દરીયાકાંઠા તેમજ પાડોશી દેશ પાકિસ્તાનના કાંઠા વિસ્તાર તરફથી ફંટાવાની શકયતા રાજયના હવામાન વિભાગે શકયતા જણાવી છે. કે ગત વર્ષે આમ્ફાન વાવાઝોડાએ દરીયાકાંઠાને હચમચાવી દીધો હતો.અને જેની અસર મધ્ય ગુજરાતમાં પણ જાેવા મળી હતી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution