સુરત,તા.૩
સુરત શહેરમાં કોરોના સતત વકરી રહ્ના છે અને કોરોના કેસના રોજ નવા વિક્રમી બની રહ્ના છે. શુક્રવારે શહેરમાં વધુ ૧૯૦ કેસ સામે આવ્યા છે. શહેરમાં વધુ ત્રણ વ્યક્તિના મોત થતા ફુલ મોતની સંખ્યા ૨૦૪ પર પહોંચી છે.
સુરત શહેર જિલ્લામાં અનલોક એક બાદ ચેપગ્રસ્ત કોરોના વાયરસ ખુબજ તીવ્રગતિએ વિસ્તરી રહ્ના છે શહેરમાં કોરોનાનું સંક્રમણ ભયજનક રીતે વધી રહ્નાં છે. આજે શહેરમાં વધુ ૧૯૦ કેસ સામે આવ્યા છે. શહેરમાં કોરોનાના કેસની સંખ્યા પાંચ હજારને પાર કરી ૫૨૭૪ ઉપર પહોંચી ગઈ છે અને મુત્યુઆંક ૨૦૪ ઉપર પહોચયો છે. સુરતમાં કોરોના કેસના સૌથી વધુ સંક્રમણ વરાછા અને કતારગામ વિસ્તારમાં જોવા મળ્યુ છે. કતારગામ બાદ વરાછામાં પણ કોરોના કેસની સંખ્યા ૧ હજારની નજીક પહોચી ગઈ છે. ત્યારે ઉપરોક્ત વિસ્તારોમાં તકેદારી લેવામાં નહી આવી તો સ્થિતિ ગંભીર બનાવાની શકયતા છે. છેલ્લા ત્રણ દિવસથી રાજયના આરોગ્ય અગ્રસચિવ ડો. જયંતી રવિએ શહેરમાં ધામા નાંખ્યા છે. તેઓએ સૌ વધુ સંક્રમીત ગણાતા વરાછા, કતારગામ ઝોનની મુકાલાત લીધી હતી. ગઈકાલે તેઓએ એવુ પણ જાહેર કયું હતું કે જે વિસ્તારમાં કોરોનાનું સક્રમણ વધશે તે વિસ્તારમાં પાનના ગલ્લાઓ બંધ કરી દેવાશે. અને આજથી કતારગામ અને વરાછા વિસ્તારમાં પાનના ગલ્લા ઉપર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે એટલે કે આ વિસ્તારમાં પાનના ગલ્લા ખોલી શકાશે નહીં એવું મનપા કમિશનર દ્વારા આજે બપોરે જાહેર કરી દેવામાં આવ્યું છે. દરમિયાન આજે બપોરે આરોગ્ય અગ્રસચિવ જયંતી રવિએ ફરીવાર કતારગામ ઝોન વિસ્તારની મુલાકાત લીધી હતી અને વસ્તાદેવડી Âસ્થત કોમ્યુનિટી હોલ ખાતે પ્રજાપતિ સમાજ તરફથી આઈસોલેશન વોર્ડની સુવિધા તેમના વરદહસ્તે ખુલ્લી મુકવામાં આવી હતી. મુખ્યમંત્રી તેમના રસાલા સાથે આવતીકાલે સવારે સુરત આવી રહ્યા છે અને અધિકારીઓ સાથે બેઠક યોજશે.
સુરત જિલ્લામાં વધુ ત્રણનાં મોતઃ ૫૮ કેસ નોધાયા
સુરત જિલ્લામાં આજે કડોદરા પ્રાથમિક હેલ્થ સેન્ટરના બે કર્મચારી સહિત ૫૮ વ્યક્તિઓના રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લા તંત્ર હચમચી ઉઠયું છે. આ ઉપરાંત આ ઉપરાંત આજે જિલ્લામાં ત્રણ વ્યક્તિના મોત થયા હતા. કામરેજમાં આજે સૌથી વધુ ૨૦ પોઝિટિવ કેસ નોંધાયા છે ત્યારબાદ પલસાણામાં ૧૧ બારડોલીમાં ૩ અને ઓલપાડમાં ૯. માંગરોળમાં ૫ અને ચોયાસી માં ૧૦ કેસ મળી કુલ ૫૮પોઝિટિવ કેસો નોંધાતા જિલ્લા આરોગ્ય વિભાગ ની હાલત મા મને કોઠીમાંથી બહાર કાઢ જેવી થવા પામી છે. ગત રોજ ૪૮ પોઝિટિવ કેસ સામે આવ્યા બાદ આજે વધુ ૫૮ પોઝિટિવ કેસ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી છે આમ જિલ્લામાં પોઝિટિવ કેસનો આંકડો ૬૭૩ ઉપર પહોચ્યો છે.