વડોદરા, તા.૭
શહેર ભાજપા દ્વારા વડાપ્રધાનને મળેલ મોમેન્ટોની હરાજી કરાઇ હતી. નમામી ગંગે પ્રોજેક્ટ અંતર્ગત વડાપ્રધાનને મળેલા મેમેન્ટો અને ભેટ સોગાદો ની હરાજી ઓન લાઇન યોજાઈ હતી જેમા વડોદરા ભાજપા ના આર્થિક સેલ અને વેપારી સેલ ના નેજા હેઠળ શહેર ના અગ્રણીઓ આ હરાજી મા ભાગ લીધો અને અંદાજીત ૬૮ લાખ જેટલા ના મોમેન્ટોની ખરીદી ઈ ઓક્શનમાં કરી હતી.હરાજી મા હોટલ ગ્રાન્ડ મરકયુરી સુર્યા પેલેસ ખાતે ૧૦૦ લોકો એ ભાગ લીધો હતો જેમા ચેમ્બર ઓફ કોમર્સ, વીસીસીઆઇ, સી એ એસોસિએશન,મેડીકલ એસોસિએશન,સીએમે ચેપ્ટર સહીત ના અગ્રણી ઓ એ ભાગ લીધો હતો. હરાજીમાં વડોદરા શહેર ને ફાળે ૪૩ મોમેન્ટ હરાજીમાં પ્રાપ્ત થયા હતા જેની અંદાજીત કિમંત ૬૮ લાખ થાય છે. સૌથી વધુ કિમંતનું મેમેન્ટો શહેર અધ્યક્ષ ડો.વિજયભાઈ શાહે ૧ લાખ ૯ હજાર ની વડાપ્રધાનનો ફોટો ફેમ નો સમાવેશ થાય છે.સાંસદ રંજનબેન ભટ્ટે ૨૯૦૦૦ ની શોલ અને ૬૦ હજારની ફોટો ફ્રેમ ખરીદી હતી ક્રેડીઈ ગૃપના પ્રિતેશ શાહ એ ૫૫૦૦૦ ની ફોટો ફ્રેમ તથા સી એ અભિષેક નાગોરી એ ૭૧૦૦૦ ની સીબીઆઈ દ્રારા અપાયેલ ફોટો ફ્રેમ ખરીદી હતી. મહામંત્રી સુનિલભાઈ સોલંકી એ ૭૦૦૦ નુ તીર કામઠુ સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન હિતેન્દ્રભાઈ પટેલ બેગ લીધી હતી કાઉન્સિલર બંદિશ શાહે બાકે બિહારી ની ફોટો ફ્રેમ ૨૧૦૦૦ ની ખરીદી કરી હતી.