બિશ્કેક : કિર્ગિસ્તાનમાં મેડિકલનો અભ્યાસ કરવા ગયેલા વિદ્યાર્થીઓના જીવ જાેખમમાં છે. અહીંના સ્થાનિક લોકો પાકિસ્તાની વિદ્યાર્થીઓને માર મારી રહ્યા છે. આ સિવાય તેઓ ભારતીય વિદ્યાર્થીઓને પણ નિશાન બનાવી રહ્યા છે. કિર્ગિસ્તાનના ઘણા વિદ્યાર્થીઓએ હિંસા સંબંધિત ભયાનક વીડિયો શેર કર્યા છે. અહેવાલો અનુસાર ત્રણ પાકિસ્તાની વિદ્યાર્થીઓની હત્યા કરવામાં આવી છે. કેટલાક વિદ્યાર્થીઓ અલગ અલગ જગ્યાએ આશરો લઈ રહ્યા છે. બિશ્કેકમાં પાકિસ્તાની દૂતાવાસે વિદ્યાર્થીઓને ઘરની અંદર રહેવા વિનંતી કરી છે અને સાથે જ ઈમરજન્સી નંબર જારી કર્યો છે. સાથે જ પાકિસ્તાની વિદ્યાર્થીઓના માતા-પિતા પણ ડરી ગયા છે.હિંસા કયા કારણોસર ફાટી નીકળી તે અંગે પુષ્ટિ થઈ નથી. પરંતુ ઘણા વીડિયોમાં વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે ઈજિપ્તીયન અને અરબ વિદ્યાર્થીઓએ સ્થાનિક લોકોને માર માર્યો હતો. બાદમાં આનો દોષ પાકિસ્તાનીઓ પર ખોટી રીતે નાખવામાં આવ્યો હતો. આ પછી સ્થાનિક લોકો નારાજ થઈ ગયા. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે સ્થાનિક લોકો બંદૂક અને લાકડીઓથી હુમલો કરી રહ્યા છે. તેમની હોસ્ટેલમાં તોડફોડ કરવામાં આવી છે. બારીઓ પર પથ્થરો ફેંકવામાં આવી રહ્યા છે. બિશ્કેકથી આવી રહેલા એક વીડિયોમાં મોટી ભીડ અને પોલીસકર્મીઓ રસ્તા પર ઊભેલા જાેવા મળે છે.
મળતી માહિતિ અનુસાર કેટલાક લોકો એક વિદ્યાર્થીને ખેંચી રહ્યા છે. બે લોકો તેના હાથ અને બે લોકો તેના પગ પકડી રહ્યા છે. આ હિંસા જાેઈને ભીડ સીટીઓ વગાડી રહી છે. આ દરમિયાન પોલીસ ઉભી રહીને આ ઘટનાને જાેઈ રહી છે. સ્ટુડન્ટ્સે કહ્યું કે છોકરીઓ પર હિંસામાં સ્થાનિક લોકો પણ પાછળ નથી. એવું માનવામાં આવે છે કે ભારતીયો અને પાકિસ્તાનીઓના દેખાવને કારણે ભારતીય વિદ્યાર્થીઓ પણ હિંસાનો શિકાર બની રહ્યા છે.
કિર્ગિસ્તાનમાં પાકિસ્તાનના રાજદૂત હસન ઝૈગુમે સવારે ટિ્વટર પર એક પોસ્ટમાં લખ્યું છે કે “બિશ્કેકમાં વિદ્યાર્થી છાત્રાલયોની આસપાસ ટોળાની હિંસાને ધ્યાનમાં રાખીને તમામ પાકિસ્તાની વિદ્યાર્થીઓને પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી ઘરની અંદર રહેવાની સલાહ આપે છે.” અહીંથી વધુમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે અમારા વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અમે સ્થાનિક કાયદા અમલીકરણ અધિકારીઓનો સંપર્ક કરી રહ્યા છીએ. જાે કે, તેમના ટ્વીટની નીચે જેમના બાળકો કિર્ગિસ્તાનમાં છે તે માતા-પિતા ચિંતા વ્યક્ત કરતા જાેવા મળ્યા હતા.
ભારતીય દૂતાવાસે પણ ભારતીય બાળકો માટે એડવાઈઝરી જાહેર કરી છે. કિર્ગિસ્તાનના ભારતીય દૂતાવાસે એક્સ પર એક પોસ્ટમાં લખ્યું કે અમે અમારા વિદ્યાર્થીઓના સંપર્કમાં છીએ. સ્થિતિ હાલમાં શાંત છે અને વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવી રહી છે કે ઘરની અંદર રહે અને કોઈ પણ સમસ્યા હોય તો દૂતાવાસનો સંપર્ક કરે. અમારો ૨૪*૭ હેલ્પ લાઈન નંબર ૦૫૫૫૭૧૦૦૪૧ છે. વિદેશમંત્રી એસ જયશંકરે લખ્યું કે બિશ્કેકમાં ભારતીય વિદ્યાર્થીઓની સ્થિતિની તપાસ થઈ રહી છે. હાલમાં ત્યાં શાંતિ છે. વિદ્યાર્થીઓની સાથે અમે નિયમિત સંપર્ક થઈ રહ્યો છે.