દિલ્હી-
બ્રિટિશ પરિવહન પોલીસે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે વરસાદી વાતાવરણના કારણોસર ઉતરી-પૂર્વી સ્કોટલેન્ડમાં એક ટ્રેન પાટા પરથી નીચે ઉતરી જતા દુર્ઘટના સર્જાઈ હતી. મળતી માહિતી મુજબ આ ઘટનામાં ત્રણ લોકોના મૃત્યુ નિપજ્યા છે જયારે અન્ય 6 લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મુશળધાર વરસાદના કારણોસર બુધવારના રોજ થયેલ આ દુર્ઘટનામાં ટ્રેનના ડ્રાઈવરનું પણ મૃત્યુ નીપજ્યું છે. સ્કોટલેન્ડની ફર્સ્ટ મિનિસ્ટર નિકોલ સ્ટ્રિજને ટ્રેન પાટા પરથી નીચે ઉતરી ગઈ હોવાની ઘટનાને મોટી દુર્ઘટન જણાવી છે. બચાવ કર્મી તાત્કાલિકમાં ઘટનાસ્થળે પહોંચી જતા લોકોને તુરંત બચાવી લેવામાં આવ્યા હતા.