બેઇજિંગ-
દક્ષિણ પશ્ચિમ ચીનમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ ભૂકંપ સિચુઆનમાં અનુભવાયા છે. યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.4 હતી, પરંતુ ચાઇના અર્થકવેક નેટવર્ક્સ સેન્ટ મુજબ ભૂકંપની તીવ્રતા 6.0 હતી. પરંતુ અમેરિકા અને ચીન બંનેએ આ ભૂકંપની ઉંડાઈ જમીનથી 10 કિમી નીચે નોંધાવી છે. ભૂકંપમાં 3 લોકોના મોત અને અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. જોકે ભૂકંપને કારણે કેટલું નુકસાન થયું છે તે હજુ સ્પષ્ટ થયું નથી.
ચાઇના ગ્લોબલ ટેલિવિઝન નેટવર્કએ અહેવાલ આપ્યો છે કે સ્થાનિક સરકારે બે લોકોના મોતની પુષ્ટિ કરી છે, જોકે તે કેવી રીતે મૃત્યુ પામ્યા તે સ્પષ્ટ નથી. શિન્હુઆ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે લુઝોઉ સિટીએ આ વિસ્તારમાં રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા માટે ઇમરજન્સી ટીમ મોકલી છે. તમને જણાવી દઈએ કે અગાઉ 2008 માં સિચુઆનમાં 7.9 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, તે સમયે 87000 લોકો ગુમ થયા હતા. જેમાંથી ઘણા લોકો મૃત્યુ પામ્યા હતા.