પ્લાયવુડ કંપનીમાંથી ૧.૮૫ લાખની પ્લેટોની ચોરીમાં ૩ આરોપીની ધરપકડ

અંજાર, અંજાર તાલુકાના અજાપર ગામની સીમમાં આવેલી પ્લાયવુડ કંપનીમાંથી રૂ. ૧.૮૫ લાખના કિંમતની એલ્યુમિનિયમની પ્લેટો ચોરાઈ હતી. જે બનાવ અંતર્ગત પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી ૩ યુવાનોને ગણતરીના કલાકોમાં જ મેઘપર પુલિયા નજીકથી ઝડપી લીધા હતા.બનાવ અંગે અંજાર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે, અંજાર-વરસાણા રોડ પર અજાપર પાટિયા પાસે આવેલી નેચર પ્લાયવુડ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા રોનક પ્રવીણભાઈ કાનાણીએ ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદી તા. ૧૦/૬ના કંપનીમાં ગયા ત્યારે તેમને માલુમ પડ્યું હતું કે રાત્રે કોઈ અજાણ્યા ઈસમો કંપનીની ફોલ્ડિંગ દીવાલ ખોલી લોખંડના ગેટનું તાળું તોડી રૂમમાં રાખેલી રૂ. ૧,૮૫,૦૦૦ના કિંમતની ૧૦૦૫૨ ઇચની એલ્યુમિનિયમની ૩૭ પ્લેટોની ચોરી કરી લીધી હતી. જેથી ફરિયાદીએ આ બાબતે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.જેથી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હ્યુમન ઇન્ટેલિજન્સની મદદે ગળપાદરમાં રહેતા ૨૦ વર્ષીય સંજય પોપટભાઈ ભીલ, મેઘપરમાં રહેતા સવજી બાબુભાઇ ભીલ તેમજ અર્જુન દેવાભાઈ ભીલને ચોરી કરાયેલા મુદ્દામાલ ઉપરાંત ચોરીમાં ઉપયોગ કરાયેલી બોલેરો પિકપ તથા ૩ મોબાઈલ સહિત કુલ રૂ. ૫,૪૫,૫૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આ અંગે પી.આઈ. એમ.એન.રાણા એ જણાવ્યું હતું કે, પકડાયેલા યુવાનો કંપનીમાં ચોરી કરવાની ટેવ વાળા છે, જેથી હજુ પણ અન્ય ગુનાઓના ભેદ ઉકેલાય તેવો અંદાજાે પણ છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution