દેશમાં કોરોનાના દ્ભઁ૧ - દ્ભઁ૨ વેરિઅન્ટના ૨૯૦ કેસ નોંધાયા


નવી દિલ્હી:સિંગાપોરમાં કોરોનાની નવી લહેરથી દુનિયાભરના દેશો ચિંતિત છે. હવે એ વાત સામે આવી છે કે સિંગાપોરમાં હાહાકાર મચાવનાર કોરોનાના પ્રકાર ભારતમાં પણ કેસ જાેવા મળ્યા છે. આ ભારતીય જીછઇજી ર્ઝ્રફ-૨ જીનોમિક્સ કન્સોર્ટિયમ (ૈંદ્ગજીછર્ઝ્રંય્) ના ડેટા દ્વારા બહાર આવ્યું છે. જે ભારતમાં કોરોના કેસ પર નજર રાખી રહ્યું છે. માહિતી અનુસાર ભારતમાં કોરોના વેરિઅન્ટ દ્ભઁ૧ના ૩૪ અને દ્ભઁ૨ના ૨૯૦ કેસ નોંધાયા છે. માહિતી અનુસાર દેશના સાત રાજ્યોમાં દ્ભઁ૧ કેસ નોંધાયા છે. જેમાંથી સૌથી વધુ ૨૩ કેસ પશ્ચિમ બંગાળમાં મળી આવ્યા છે. દ્ભઁ૧ સંક્રમિત દર્દીઓ ગોવા (૧), ગુજરાત (૨), હરિયાણા (૧), મહારાષ્ટ્ર (૪), રાજસ્થાન (૨), ઉત્તરાખંડ (૧)માં જાેવા મળ્યા છે. દેશમાં દ્ભઁ૨ થી સંક્રમિત દર્દીઓની સંખ્યા ૨૯૦ છે, જેમાંથી સૌથી વધુ દર્દીઓ મહારાષ્ટ્રમાં (૧૪૮) મળી આવ્યા છે. આ ઉપરાંત દિલ્હીમાં (૧), ગોવા (૧૨), ગુજરાત (૨૩), હરિયાણા (૩), કર્ણાટક (૪), મધ્યપ્રદેશ (૧), ઓડિશા (૧૭), રાજસ્થાન (૨૧), ઉત્તર પ્રદેશ (૮), ૧૬ ઉત્તરાખંડમાં ૩૬ અને પશ્ચિમ બંગાળમાં ૩૬ દર્દીઓ મળી આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, દ્ભઁ૧ અને દ્ભઁ૨ પણ કોરોનાના ત્નદ્ગ૧ વેરિઅન્ટના સબ-વેરિઅન્ટ છે. જાે કે, આ પ્રકારથી સંક્રમિત દર્દીઓમાં હજુ સુધી રોગના ગંભીર લક્ષણો જાેવા મળ્યા નથી અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા પણ ઓછી છે. આવી સ્થિતિમાં ચિંતા કરવા જેવું કંઈ નથી. આરોગ્ય મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે આ પ્રકારોમાં પરિવર્તનની પ્રક્રિયા ચાલુ રહેશે અને આ કોરોના વાયરસની પ્રકૃતિ પણ છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution