૨૬/૧૧ મુંબઈ ના આરોપી તહવ્વુર રાણાને હવે ભારત લાવવમાં આવશે

મુંબઇ: જેને ભૂલી જવું કોઈના માટે સરળ નથી. ૨૦૦૮ માં, પાકિસ્તાની આતંકવાદીઓએ મુંબઈમાં વિવિધ સ્થળોએ બોમ્બ વિસ્ફોટ, ગોળીબાર અને લોકોને બંધક બનાવીને તેમની નાપાક આતંકી કૃત્યને અંજામ આપ્યો હતો. આ આતંકવાદી હુમલામાં ૧૭૫ લોકો માર્યા ગયા હતા, જેમાંથી ૧૬૬ નાગરિકો અને ૯ આતંકવાદી હતા.આ ઉપરાંત આ આતંકી હુમલામાં ૩૦૦થી વધુ લોકો ઘાયલ પણ થયા હતા .આ હુમલા પાછળ પાકિસ્તાની આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાનો હાથ હતો અને આ આતંકી સંગઠનના ૧૦ આતંકીઓએ આ હુમલો કર્યો હતો. ૧૦ આતંકવાદીઓમાંથી માત્ર એક અજમલ કસાબ આ હુમલામાં બચી ગયો હતો અને તેને ૨૦૧૨માં ફાંસી આપવામાં આવી હતી. પાકિસ્તાની મૂળના કેનેડાના રહેવાસી તહવ્વુર હુસૈન રાણા નામના આતંકવાદીએ આ હુમલાની યોજના બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પરંતુ આટલા વર્ષો પછી પણ તેને ભારત લાવવામાં આવ્યો નથી. પરંતુ હવે ભારત સરકારને આ મામલે મોટી સફળતા મળી છે.૨૬/૧૧ના મુંબઈ આતંકી હુમલાનો આરોપી ૬૩ વર્ષીય તહવ્વુર હાલમાં અમેરિકાની જેલમાં બંધ છે. જેથી તેની સામે જરૂરી કાર્યવાહી થઈ શકે થોડા સમય પહેલા અમેરિકાની એક ડિસ્ટ્રિક્ટ કોર્ટે પણ અમેરિકી સરકારની મંજૂરી બાદ તહવ્વુરના ભારતને પ્રત્યાર્પણની મંજૂરી આપી હતી. જાે કે તહવ્વુરએ આ ર્નિણય વિરુદ્ધ અરજી દાખલ કરી હતી, પરંતુ ૧૫ ઓગસ્ટે થયેલી સુનાવણીમાં અમેરિકી કોર્ટે તહવ્વુરના ભારત પ્રત્યાર્પણને લીલી ઝંડી આપી દીધી છે.પાકિસ્તાન ક્યારેય ઈચ્છતું ન હતું કે તહવ્વુરને ભારતમાં લાવવામાં આવે. આવી સ્થિતિમાં તહવ્વુરના ભારતને પ્રત્યાર્પણ માટે લીલી ઝંડી મળવી પાકિસ્તાન માટે મોટો ઝટકો છે. જાે કે તહવ્વુર હજુ પણ તેના ભારતમાં પ્રત્યાર્પણને રોકવા માટે તેના કાયદાકીય વિકલ્પોને ખતમ કરી શક્યો નથી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution