લંડન: ભારતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. વિવિધ રાજ્યોમાં ગરમીનો પારો ૪૫ને પાર પહોંચે છે. તેમજ હીટવેવના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને પાર કરી જતાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવે છે. બીજી તરફ બ્રિટનમાં પણ હીટવેવ જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ તાપમાન સાંભળીને તમે ચોંકી જશો.બ્રિટનમાં તો ૨૬ ડિગ્રી તાપમાન સાથે હીટવેવ જાહેર કરવામાં આવ્યું. દેશ ૨૬ ડિગ્રી તાપમાન સાથે ૪૮ કલાક સુધી હીટવેવની ઝપેટમાં રહ્યો હતો. જે બાદ ૨૬ ડિગ્રી તાપમાનને હીટવેવ કહેવામાં આવતા ભારતીયો આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને આ તાપમાને સોશિયલ મીડિયા પર નવી ચર્ચાને જન્મ આપ્યો હતો. જે પછી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘણા લોકોએ પૂછ્યું કે જ્યાં ૨૬ ડિગ્રીને ઉનાળો માનવામાં આવે છે, જ્યાં તાપમાનનો પારો આટલો ઊંચો રહે છે ત્યાં અંગ્રેજાેએ ભારતમાં ૨૦૦ વર્ષ સુધી કેવી રીતે શાસન કર્યું.તાપમાન ૨૬ ડિગ્રી પર પહોંચતાની સાથે જ બ્રિટિશ મેટ ડેસ્કે તેને “હીટવેવ” જાહેર કર્યું. તેમજ હવામાન વિભાગે આશા વ્યક્ત કરી છે કે જૂનના અંતમાં તાપમાન ૩૦ ડિગ્રી સુધી પહોંચી શકે છે. બર્મિંગહામ, કાર્ડિફ, લંડન, માન્ચેસ્ટર અને ન્યૂકેસલમાં સૌથી વધુ તાપમાન થઈ શકે છે. બ્રિટનમાં ૨૬ જૂનથી ૨૮ જૂન સુધી “હીટવેવ” જાેવા મળે તેવી અપેક્ષા છે.૨૬ ડિગ્રીના કારણે બ્રિટનના લોકો પરેશાન થઈ રહ્યા છે, ત્યારે ભારતીયો સોશિયલ મીડિયા પર સતત સવાલો પૂછી રહ્યા છે કે જ્યારે અંગ્રેજાે ભારત પર રાજ કરતા હતા ત્યારે તેઓ ભારતની ગરમી કેવી રીતે સહન કરતા હતા ?