વડોદરા, તા.૮
વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં મેઘરાજા હવે જમાવટ કરી રહ્યા છે. રવિવારે તેજગતિએ ફૂંકાયેલા સુસવાટા મારતા પવન સાથે વરસાદ થયા બાદ આજે સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરે ઠંડા પવન સાથે વડોદરા તેમજ જિલ્લાન અનેક ગામોમાં છૂટોછવાયો વરસાદ થયો હતો. એકાએક વરસાદ થતાં પથારા નાખીને બેઠેલા ફેરિયાઓ મુશ્કેલીમાં મુકાયા હતા. જા કે, ઠંડક થતાં લોકોએ રાહત અનુભવી હતી. આજે કરજણમાં એક ઈંચ અને વડોદરામાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ પવન સાથે હળવા વરસાદની આગાહી કરી છે.
વડોદરામાં બપોરે ઠંડા પવન સાથે વરસાદનું જારદાર ઝાપટું થતાં લોકો અટવાઈ ગયા હતા. જા કે, ગણતરીના સમયમાં વરસાદ રોકાઈ ગયો હતો. બપોરે શહેરના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો હળવો વરસાદ થયો હતો, જ્યારે જિલ્લાના કરજણ, પાદરા, સાવલી અને શિનોરમાં પણ વરસાદ થયો હતો. જિલ્લા પૂર નિયંત્રણકક્ષના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આજે સવારે ૬ થી સાંજના ૬ વાગ્યા સુધી કરજણ તાલુકામાં સર્વાધિક ર૧ મિ.મી., વડોદરામાં ૧૧ મિ.મી., સાવલીમાં ૬ મિ.મી., પાદરામાં પ મિ.મી. અને શિનોરમાં હળવો વરસાદ નોંધાયો હતો.
વરસાદના કારણે ઠંડક થતાં લોકોએ રાહત અનુભવી હતી. હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર મહત્તમ તાપમાન ૩૪ ડિગ્રી સેÂન્ટગ્રેડ અને લઘુતમ તાપમાન ૨૬.૪ ડિગ્રી નોંધાયું હતું. સવારે અને સાંજે હવામાં ભેજનું પ્રમાણ ૭૮ ટકા તેમજ દક્ષિણ અને પશ્ચિમ તરફ ફૂંકાયેલા પવનની સરેરાશ ગતિ પ્રતિકલાકના ૧૨ કિ.મી. નોંધાઈ હતી.