અમૃતસર-
પંજાબના અમૃતસર, બટાલા અને તરણમાં ઝેરી દારૂ પીવાને કારણે અત્યાર સુધી 21 લોકોનાં મોત નીપજ્યાં છે. પોલીસે ઝેરી દારૂ બનાવનાર કેટલાક લોકોની ધરપકડ કરી છે. આ સાથે પોલીસ સ્ટેશનના એસએચઓ તરસિકને સસ્પેન્ડ કરી દેવાયા છે. આ કેસમાં એસઆઈટીની રચના કરવામાં આવી છે, જે તમામ કેસોની તપાસ કરશે.
મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહે મેજિસ્ટ્રેલ તપાસના આદેશ આપ્યા છે. તેની તપાસ જલંધરના વિભાગીય કમિશનરને સોંપવામાં આવી છે. મુખ્યમંત્રીએ વિભાગીય કમિશનરને મુક્તિ આપી છે કે તેઓ કોઈપણ પોલીસ અધિકારી અથવા નિષ્ણાતની તપાસમાં મદદ લઈ શકે છે. સીએમ અમરિન્દરે કહ્યું હતું કે તપાસમાં દોષી સાબિત થનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.