અમદાવાદ-
ઉત્તર ભારતમાં હિમવર્ષા અને ધુમ્મસને કારણે અમદાવાદ અવરજવર કરતી ફ્લાઈટ્સના શિડ્યૂલ પર અસર થવાની સમસ્યા યથાવત્ રહી છે. વાતાવરણની અસરને કારણે અમદાવાદની કુલ ૨૧ ફલાઈટ્સ કેન્સલ રહી, જ્યારે ૨૦ના શિડ્યૂલ એક કલાકથી વધુ સમય માટે ખોરવાયાં હતાં. એ ઉપરાંત છેલ્લા ૧૦ દિવસમાં અમદાવાદ અવરજવર કરતી ૧૦૦ જેટલી ફલાઈટ્સ રદ થઈ હતી.
દિવસ દરમિયાન જે ફ્લાઇટ કેન્સલ રહી એમાં સ્પાઇસ જેટની દિલ્હી-અમદાવાદ, કિશનગઢ-અમદાવાદ, અમદાવાદ-ચેન્નઇ, ગો એરની અમદાવાદ-દિલ્હી, મુંબઇ-અમદાવાદ, બેંગાલુરુ-અમદાવાદ, અમદાવાદ-દિલ્હી, ઇન્ડિગોની દિલ્હી-અમદાવાદ, અમદાવાદ-દિલ્હી, કોચી-અમદાવાદ, અમદાવાદ-બેંગલુરુ, અમદાવાદ-નાગપુર, નાગપુર-અમદાવાદ, અમદાવાદ-કોચી, બેંગલુરુ-અમદાવાદ, લખનઉ-અમદાવાદ, વિસ્તારાની દિલ્હી-અમદાવાદ, અમદાવાદ-દિલ્હી, અમદાવાદ-કિશનગઢનો સમાવેશ મુખ્યત્વે સમાવેશ થાય છે.
ઇન્ડિગોની અમદાવાદ-દુબઇને સૌથી વધુ ૪.૨૧ કલાકનો વિલંબનો સામનો કરવો પડયો હતો. આ સિવાય સ્પાઇસ જેટની અમદાવાદ-જમ્મુને ૧ કલાક, અમદાવાદ-કોચીને ૧.૫૦ કલાક, ગો એરની ચંદીગઢ-અમદાવાદને ૨.૨૩ કલાક, અમદાવાદ-ગોવાને ૨.૧૪ કલાક, એર એશિયાની બેંગલુરુ-અમદાવાદને ૩.૪૦ કલાકનો વિલંબ થયો હતો.