પાકિસ્તાનના 200 આતંકવાદીઓ ભારતમાં ઘૂસણખોરી કરવાની ફિરાકમાં ?

 દિલ્હી-

થોડા થોડા સમયે પાકિસ્તાન તરફથી ભારત વિરુદ્ધ કોઈને કોઈ કાવતરું ખુલ્લું પાડવામાં આવી રહ્યું છે. પાકિસ્તાન સેનાદ્વારા નિયંત્રણ રેખા ક્રોસ કરીને આતંકવાદીઓને ભારતમાં ઘુસણખોરી કરવામાં મદદ કરવામાં આવે છે. હવે નવી માહિતી સામે આવી છે કે પાકિસ્તાનના ૨૦૦ જેટલા આતંકવાદીઓ ભારતમાં ઘુસણખોરી કરવાની તૈયારી કરી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ આતંકવાદીઓ પૂંછ અને રાજાૈરી સેક્ટરથી ભારતના જમ્મુ-કાશ્મીરમાં ઘુસણખોરી કરી શકે છે.

મળતી માહિતી મુજબ આતંકવાદી સંગઠનો લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદી કમાન્ડરોએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) ના ફોર્ટ ઘૌટામાં ભારત વિરુદ્ધ કાવતરું ઘડવા એક બેઠક પણ યોજી છે. આ બેઠકમાં આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનનો મુખ્ય આતંકવાદી તારિક શાહ અને લશ્કરનો મોટો આતંકવાદી તાલા મહેતાબ પણ આ હાજર રહ્યા હતા. ઉપરાંત જયેશ-એ-મોહમ્મદ કમાન્ડર નઝિમ ઉર રેહમાન પણ આમાં સામેલ હતો.

જે માહિતી સામે આવી છે એમાં કહેવામાં આવ્યું છે કે મીટિંગમાં આતંકવાદીઓની સંખ્યાને વધારવાનો પણ ર્નિણય કરવામાં આવ્યો છે. આ સાથે બેઠક બાદ ૫-૬ લશ્કર આતંકવાદીઓ રાજાૈરીમાં પુખેરી અને લહેરાણની સામે પાકિસ્તાની વિસ્તારોમાં ગાઇડ સાથે રેકી કરતા જાેવા મળ્યા હતા. અત્યારે ભારતીય સેનાના સૈનિકો આતંકીઓનો સામનો કરવા અને એલઓસી પર ઘૂસણખોરી રોકવા માટે તૈયાર છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution