દિલ્હી-
રેલવેએ ટ્રેનોના ખાનગીકરણનો પ્રોજેકટ હાથ પર લીધો છે અને 100થી વધુ ટ્રેન ખાનગી ધોરણે ચલાવવાની યોજના જાહેર કરી છે. તેમાં ગુજરાતને સાંકળતી 20 ટ્રેનોનો સમાવેશ થાય છે.
ભારતીય રેલવે દ્વારા 109 રૂટો પર ટ્રેનો દોડાવવા માટે 12 કલસ્ટર નિયત કરવામાં આવ્યા છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ તથા સુરત એમ ચાર શહેરોમાંથી ઉપડતી-આવતી ટ્રેનોનો સૂચિત 20 ખાનગી ટ્રેનોમાં સમાવેશ કરવામાં આવ્યા છે.
રેલ મંત્રાલય દ્વારા 109 રૂટ પરની ટ્રેનો ચલાવવા માટે ખાનગી કંપનીઓ પાસેથી દરખાસ્ત મંગાવવામાં આવી છે. થોડા દિવસ પુર્વે પ્રિ-એપ્લીકેશન બેઠકમાં 16 ખાનગી કંપનીઓએ હાજરી આપી હતી. ખાનગી ટ્રેનોના સંચાલનની સાથોસાથ મેઈનટેનન્સ પણ તેણે કરવાનું રહેશે. રેલમંત્રાલયના આયોજન મુજબ 2023થી ખાનગી ટ્રેનો દોડાવવાની થાય છે. રેલવે મંત્રાલયે સૂચિત ખાનગી ટ્રેનોની આવા-જાહી માટેના રૂટ સૂચવવા ઝોન કચેરીઓ પરથી અભિપ્રાયો માંગવામાં આવ્યા હતા.
રેલ્વે બોર્ડના મુખ્ય એકઝીકયુટીવ ડાયરેકટર મધુકુમાર રેડ્ડીએ ગત 27મી જુલાઈએ તમામ ઝોનના જનરલ મેનેજરને પત્ર પાઠવ્યો હતો અને ટ્રેનો નવા ટાઈમ સુચવવા કહ્યું હતું. માળખાગત સુવિધાઓની યાદી મોકલવાની પણ સૂચના આપી હતી.
ગુજરાત માટે 20 ખાનગી ટ્રેન
* અમદાવાદ-મુંબઈ
* મુંબઈ-અમદાવાદ
* સુરત-મુંબઈ
* મુંબઈ-સુરત
* વડોદરા-મુંબઈ
* મુંબઈ-વડોદરા
* સુરત-વારાણસી
* વારાણસી-સુરત
* સુરત-પટણા
* પટણા-સુરત
* દિલ્હી-સાબરમતી
* સાબરમતી-દિલ્હી
* અસાનસોલ-સુરત
* સુરત-અસાનસોલ
* પ્રયાગરાજ-અમદાવાદ
* અમદાવાદ-પ્રયાગરાજ
* ભોપાલ-રાજકોટ
* રાજકોટ-ભોપાલ
* જોધપુર-સાબરમતી
* સાબરમતી-જોધપુર